પ્રેરણા પરિમલ
પ્રગટ બ્રહ્મસ્વરૂપ મહંત સ્વામી મહારાજની પ્રેરક પ્રસંગ-સ્મૃતિઓ
તા. 21-3-2017, નૈરોબી
સ્વામીશ્રી સ્વામિનારાયણ હવેલીના પ્રવેશદ્વારથી લિફ્ટ તરફ જઈ રહ્યા હતા. કોરીડોર(પરસાળ)માં યોગીજી મહારાજની ઉઘાડા ડિલની વિશાળ ચિત્રપ્રતિમા (ફોટો) બતાવીને તેઓ આત્મસ્વરૂપદાસ સ્વામીને કહે : ‘મુંબઈ અક્ષર ભુવનની ટાંકી પાસે પ્લૅટફોર્મ હતું ત્યાં બેસીને યોગીબાપાએ આ ફોટો પડાવેલો’.
આ સાંભળી આત્મસ્વરૂપદાસ સ્વામી એકદમ ઊછળી પડ્યા ને કહે : ‘સ્વામી ! આજે હવેલીમાં પ્રવેશ કરતાં જ મારા મનમાં પ્રશ્ન થયો હતો કે આ ફોટો કયાં પાડ્યો હશે ? અને આપે અંતર્યામીપણે તત્કાળ સંકલ્પ પકડી આ વાત કરી.’
‘અંતરજામી ઓળખ્યા ત્યાં લગની લાગી રે...’ - અંતર્યામીને ઓળખ્યા પછી લગની કેમ ન લાગે ?
Vachanamrut Gems
Gadhadã II-6.9:
Overcoming Frustration Because of Thoughts
"… That is why one should realise, 'I am distinct from the chitt. I am the ãtmã, the observer of the chitt.' Realising this, one should not become frustrated by the pure or impure thoughts arising in the chitt. Instead, one should realise oneself to be distinct from one's chitt, engage in the worship of God and always remain joyful."
[Gadhadã II-6.9]