પ્રેરણા પરિમલ
બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજની પ્રેરક પ્રસંગ-સ્મૃતિઓ
તા. 2-4-2010, ગાંધીનગર
એક હરિભક્તે ફોનમાં સ્વામીશ્રીને કહ્યું કે દીકરો સારું ભણે છે, પણ ડિપ્રેશન આવી જતાં તેને એમ થાય છે કે હું બરાબર નહીં ભણી શકું.
સ્વામીશ્રીએ એ કિશોરની સાથે ફોનમાં વાતચીત કરતાં કહ્યું : ‘નહીં ભણી શકું, એવું મનમાં માનીશ જ નહીં. સફળતા મળવાની જ છે. ભગવાનને પ્રાર્થના કરવાની. સ્વામિનારાયણ... સ્વામિનારાયણ... ભજન કરવું.’
એ કિશોર કહે : ‘હું સ્વામિનારાયણ... સ્વામિનારાયણ... બોલું છું પણ મન ફર્યા કરે છે.’
સ્વામીશ્રી કહે : ‘આપણે પ્રયત્ન કરવાનો, હિંમત હારવી નહીં. આટલું સરસ ભણ્યો છું, પણ તને ભ્રમણા થઈ ગઈ છે. એટલે શ્રદ્ધા રાખીને ભજન કરજે.’
લાંબા સમયથી ઘર કરી ગયેલી એ કિશોરની મનોવ્યથાને સ્વામીશ્રીએ થોડી જ ક્ષણોમાં ઉકેલી આપી અને તે કિશોરનું સઘળું ભારણ ટળી ગયું. પ્રત્યક્ષ બ્રહ્મના સાંનિધ્યનો આ જાદુ છે.
Vachanamrut Gems
Gadhadã II-48:
The company of such a sadhu is rare
“After all, regardless of the life form in which a person takes birth, he will be able to have a wife, a son and possessions such as wealth and other objects. However, the company of such a sãdhu who is a knower of Brahma as well as the direct darshan and contemplation of Shri Vãsudev Bhagwãn are extremely rare…”
[Gadhadã II-48]