પ્રેરણા પરિમલ
આત્મીયતાનું પ્રતિબિંબ
મંદિરની પ્રદક્ષિણામાં લીફ્ટ ખૂલી. સ્વામીશ્રી બહાર પધાર્યા. પ્રદક્ષિણાના ઠંડા આરસના રક્ષણ માટે ગરમ કારપેટના પટ્ટા પથરાયેલા હતા. બાજુમાં જ એક આધેડ વયની વ્યક્તિ દર્શન માટે ઊભી હતી. તેઓનો દેખાવ એમના પારસીપણાની ચાડી ખાઈ રહ્યો હતો. એમને જોતાવેંત સ્વામીશ્રી કહેઃ 'અરે, નોશ! આ તમારી કારપેટ હજી ચાલે છે!'
વ્યક્તિનું જલ્દી હોઠે ના ચઢે એવું નામ અને એણે કરેલી નાની સેવા, ચાર વર્ષ પછી અહીં લંડનમાં પધારી રહેલા સ્વામીશ્રી ભૂલ્યા ન હતા. સ્વામીશ્રીની આત્મીયતાના આવા નાના-મોટા પ્રતિિબબો અત્ર તત્ર સર્વત્ર ઝીલાઈ રહ્યાં છે.
(૨૪-૪-૨૦૦૪, લંડન)
Vachanamrut Gems
Loyã-10:
Gnan Leads to Happiness
"… Similarly, to such a person with gnãn, all objects become vain, and due to that gnãn, his vision becomes broad. A person with such an understanding becomes happy."
[Loyã-10]