પ્રેરણા પરિમલ
યોગીચરિતમ્ - ૨૦૪
ગોંડલ, તા. ૨૧-૧૨-૧૯૬૯
હિંમતનગરના મહારાજા દલજિતસિંહજી તથા સાણંદ યુવરાજ યોગીજી મહારાજનાં દર્શને આવ્યા હતા અને એક રાત રહ્યા હતા. આ દિવસો દરમ્યાન ઘણા સંતો-મહાનુભાવો સ્વામીશ્રીનાં દર્શને આવતા. આજે રાજકોટથી આસિસ્ટંટ કલેકટર તથા પી.ટી.સી. વિભાગના ડાયરેક્ટર વગેરે બંગાળીભાઈઓ ખાસ સ્વામીશ્રીના દર્શને આવેલા. સ્વામીશ્રીએ સૌને આશીર્વાદ આપ્યા.
'સંસારમાં રહીને ધર્મ કેવી રીતે પાળવો ?' બંગાળી ભક્તોએ સ્વામીશ્રીને પૂછ્યું.
'જનક વિદેહીની જેમ રહેવું. જેવી રીતે મહારાજ છતાં દાદા ખાચર, પર્વતભાઈ વગેરે હતા, તેની જેમ.'
'દીક્ષા લેવાની જરૂર ખરી ?' એમનો બીજો પ્રશ્ન.
'ભગવાનનો આશરો કરવો પડે. તો ભગવાન રક્ષા કરે. જેમ તેમ કોઈને નોકરીમાં રાખવો હોય તો ભણેલો હોય એને રાખો. અહીં આગળ પણ આ મંદિર છે, તો આપણે બેઠા છીએ. ને ઝાડ હોય તો ફાવે...'
સ્વામીશ્રીએ એમની લાક્ષણિક શૈલીમાં જવાબ આપ્યો, પણ એમના ચહેરા ઉપર સંતોષનો પૂર્ણભાવ હતો. કદાચ સ્વામીશ્રીના ર્દૃષ્ટિદાન અને વચનામૃતપાનથી જ એમણે તૃપ્તિનો ભાવ અનુભવ્યો હશે !
- સાધુ ઈશ્વરચરણદાસ
Vachanamrut Gems
Panchãlã-7:
Offering Bhakti to the Form One has Seen
"… Furthermore, one should meditate on, worship, and offer bhakti only to the form that one has seen…"
[Panchãlã-7]