પ્રેરણા પરિમલ
બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજની પ્રેરક પ્રસંગ-સ્મૃતિઓ
તા. 31-3-2010, સારંગપુર
મંદિરનાં પગથિયાં આગળ ગાડી ઊભી હતી. સંતો ખુલ્લા પગે જ હતા અને મંદિરની પ્રદક્ષિણાનો આરસ સખત તપેલો હતો. સ્વામીશ્રીએ સંતોના પગની હલનચલનની નોંધ પણ કરી હશે, એટલે ગાડી આગળ આવ્યા કે તરત જ કહે : ‘સંતો બધા અહીં જ રોકાઈ જજો. (સ્મૃતિમંદિર સુધી આવવાની જરૂર નહીં). તડકો બહુ છે, એટલે પાછળ આવતા નહીં.’
સેવક સંતે કહ્યું : ‘બધા ભોગાવાને યાદ કરે છે.’
આ સાંભળતાં જ સ્વામીશ્રી હસી પડ્યા ને કાંઈ બોલ્યા નહીં અને સંતોને પાછળ આવવાની છૂટ મળી ગઈ.
શાસ્ત્રીજી મહારાજના સમયમાં સ્વામીશ્રી તેઓની સાથે વઢવાણ ગયા હતા. શાસ્ત્રીજી મહારાજ ઘોડાગાડીમાં બેસીને વઢવાણમાં આવેલા ભોગાવા નદીનો પુલ પસાર કરી રહ્યા હતા અને સ્વામીશ્રી તેઓનાં ક્ષણેક્ષણ દર્શન થાય એ માટે ઉનાળાની ગરમ લાય જેવી રેતીમાં અડવાણા પગે દોડતાં દોડતાં તેઓનાં દર્શન કરી રહ્યા હતા. પગમાં ફોલ્લા પડી જાય એવી ગરમીમાં પોતે ઓઢેલું ગાતરિયું નદીના પટ ઉપર નાખીને થોડી વાર ઊભા રહે ને વળી પાછા દોડીને વળી પાછા ગાતરિયું મૂકીને થોડી વાર ઊભા રહે. આવી પરમ ભક્તિ સાથે સ્વામીશ્રીએ શાસ્ત્રીજી મહારાજનાં દર્શન કર્યાં હતાં. આ સંદર્ભને યાદ કરાવ્યો હતો.
Vachanamrut Gems
Gadhadã II-44:
A staunch devotee perceives only his own flaws
“Thus one who is a staunch devotee of God perceives only his own flaws, but never does he notice the flaws of other devotees.”
[Gadhadã II-44]