પ્રેરણા પરિમલ
દિગંતમાં ડંકા - ૪૫
કંપાલા, તા. ૨૫-૩-'૭૦
શ્રીહરિ સ્વામીના પૂર્વાશ્રમના બે ભાઈઓ, ડૉ. રમણભાઈ તથા ડૉ. પ્રફુલ્લભાઈ, યોગીજી મહારાજનાં દર્શને આવ્યા હતા. શ્રીહરિ સ્વામી સાધુ થયા તે શરૂઆતમાં એમને નહોતું ગમ્યું. વિરોધ પણ કરેલો. હવે વિરોધ મૂકી દીધો હતો. સ્વામીશ્રીએ તેમને ખાસ યાદ કરીને બોલાવ્યા અને કહ્યું :
'તમે શ્રીહરિને સાધુ થવા દીધા તે કેવા થયા ? હવે તેના ભાગના દોઢ લાખ રૂપિયા અમને આપજો. અમે હૉસ્પિટલ કરાવીશું, કૉલેજ કરાવીશું...'
એમનાં બીજા છ ભાઈઓ ડૉક્ટર એટલે સ્વામીશ્રીએ એમની આગળ હૉસ્પિટલ અને કૉલેજ કરવાનો પ્રસ્તાવ મૂક્યો અને શ્રીહરિ સ્વામીનો ભાગ સેવા નિમિત્તે માગ્યો. તેઓ બીજું કાંઈ ઉચ્ચારે તે પહેલાં સ્વામીશ્રીએ એવું નિવેદન કર્યું કે તેમના વિચારો જ સ્થિર થઈ જાય. સ્વામીશ્રીના સદ્ભાવ તળે તેઓ દબાઈ ગયા.
- સાધુ ઈશ્વરચરણદાસ
Vachanamrut Gems
Gadhadã I-76:
A True Devotee
Continuing, Shriji Mahãrãj said, "A true satsangi is a person who has absolutely no flaws in the observance of the five religious vows4 and who remains totally undisturbed until the end of his life regardless of whatever stern commands I may impose - even if I compel him to forsake his preferences and enforce My own. In fact, I effortlessly and naturally develop affection for such a devotee…"
[Gadhadã I-76]