પ્રેરણા પરિમલ
બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજની પ્રેરક પ્રસંગ-સ્મૃતિઓ
તા. 13-11-2010, રાજકોટ
સ્વામીશ્રીની આજ્ઞાથી અમેરિકામાં ડૉક્ટર સ્વામીના મંડળમાં વિચરણ કરવા માટે ગયેલા અહીંના સંત-નિર્દેશક અપૂર્વમુનિ સ્વામીનો ફોન આવ્યો. સ્વામીશ્રી કહે : ‘અપૂર્વ ! રાજકોટની અંદર બેઠા છીએ. તમે સૌએ સત્સંગ વધાર્યો છે, એથી રાજી છીએ.’
અપૂર્વમુનિ સ્વામી કહે : ‘સત્સંગ કેવો લાગ્યો ?’
સ્વામીશ્રી કહે : ‘સર્વોપરિ છે. સંપ, સુહૃદભાવ ને એકતા દેખાય છે. ડૉક્ટર સ્વામી જે બોલે છે ને - બી.એ.પી.એસ. એક પરિવાર - એ અહીં દેખાય છે. દશરથસિંહ દરબારનાં પત્ની બીમાર થયાં ને હરિભક્તોએ તથા યુવકોએ દશરથસિંહને બહુ મદદ કરી.’ એ વાત સ્વામીશ્રીએ વિગતે કરી. ત્યારપછી સ્વામીશ્રી કહે : ‘હરિભક્તો-યુવકોએ સારો સાથ આપ્યો - ધર્મેન્દ્ર છે, જીતુ છે તથા આડોશી-પાડોશીઓએ પણ ખૂબ સાથ આપ્યો. આડોશી-પાડોશી મહિલા મંડળે પણ બધાને સાચવી લીધાં. આપણે એક પરિવાર કહીએ છીએ તે જોવા મળે છે.’
Vachanamrut Gems
Gadhadã II-35:
The Four Fundamental Attributes for Liberation
“In this way, observance of one’s dharma, upãsanã of the form of God, listening to and narrating the divine incidents of God’s avatãrs, and chanting His holy name – these four are the only attributes fundamentally necessary for the jiva’s liberation.”
[Gadhadã II-35]