પ્રેરણા પરિમલ
બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજની પ્રેરક પ્રસંગ-સ્મૃતિઓ
તા. 31-3-2010, સારંગપુર
સ્વામીશ્રી વિદાય લેવાના હોવાથી આજે એક પણ મુલાકાત રાખવામાં આવી ન હતી, પરંતુ સ્વામીશ્રીને જ્યારે ખ્યાલ આવ્યો કે ધંધાની એક પેઢીના ત્રણ ભાગીદારો વચ્ચે થોડું મનદુઃખ છે, ત્યારે તેઓને સામેથી બોલાવીને સ્વામીશ્રી શાંતિથી મળ્યા. સ્વામીશ્રીએ સૌને બળની વાતો કરીને ભેગા રાખ્યા.
તેઓને વાત કરતાં સ્વામીશ્રી કહે : ‘આપણે ધંધાનો વિકાસ કરવો હોય તો ઓછું-વત્તું બીજું-ત્રીજું જોવું જ નહીં. સંપથી, એક રુચિથી કામ કરશો તો આ છે એના કરતાં બમણું વધી જશે. જે પ્રેમથી પહેલાં કામ કરતા હતા એ જ પ્રેમથી હવે પણ કરવાનું.’
એ યુવક કહે : ‘મનમાં વિચાર જ ન આવે એવું કરો.’
સ્વામીશ્રી કહે : ‘વાત સાચી છે. ભેગા રહેવામાં કદાચ ક્યારેક કહેવું પડે, પણ મનમાં આંટી ન પડે એ જોવાનું. સંપ છે ત્યાં સુખ અને સંપત્તિ બેય છે. હવે એવું ને એવું ચલાવવું છે. ભગવાન બધું ચલાવે છે અને ચલાવશે, માટે ‘હું જ કરું છું અને બીજો કરતો નથી’ - એમ ન જોવું. વ્યવહાર તો ભગવાનનો જ છે - એમ માનીને કરીએ તો વાંધો ન આવે.’
Vachanamrut Gems
Gadhadã III-14:
What if a demonic person dies before falling from Satsang?
Muktãnand Swãmi thereupon asked, “Mahãrãj, You said that a demonic person who becomes a devotee will remain in Satsang so long as his wishes are fulfilled; and if they are not fulfilled, he falls from Satsang. But what if he happens to die before falling from Satsang? Will he remain demonic, or will he become godly?”
Shriji Mahãrãj replied, “As long as that demonic person is good when he encounters death, he will become godly and, offering bhakti to God, will attain the highest state of enlightenment.”
[Gadhadã III-14]