પ્રેરણા પરિમલ
પ્રગટ બ્રહ્મસ્વરૂપ મહંત સ્વામી મહારાજની પ્રેરક પ્રસંગ-સ્મૃતિઓ
તા. 30-3-2017, દાર-એ-સલામ
અમેરિકાથી એક બહેનનો પત્ર આવ્યો હતો. પ્રમુખસ્વામી મહારાજ અક્ષરધામમાં પધાર્યા ત્યારથી તેમને ખૂબ અશાંતિ રહેતી અને અંતરમાં ખૂબ દુઃખ પણ રહેતું. એક રાત્રે તેમને સ્વપ્ન આવ્યું. પ્રમુખસ્વામી મહારાજ અને મહંત સ્વામી મહારાજ વરતાલ મંદિરમાં હરિકૃષ્ણ મહારાજની મૂર્તિ સમક્ષ ઊભા હતા. પછી બંને ગુરુઓ હરિકૃષ્ણ મહારાજની મૂર્તિમાં લીન થઈ ગયા. થોડા દિવસ પછી તેમને બીજું સ્વપ્ન આવ્યું. જેમાં પ્રમુખસ્વામી મહારાજે તેમને ભાર દઈને કહ્યું : ‘જેવું મારામાં હેત છે તેવું મહંત સ્વામીમાં કરવું જ પડશે. છૂટકો જ નથી.’
આ વચન સાંભળીને પછી તો તેમને સ્વામીશ્રીમાં એવું જોડાણ થઈ ગયું કે હવે તેમને પ્રમુખસ્વામી મહારાજ યાદ આવવા બંધ થઈ ગયા. આના લીધે તે ખૂબ મૂંઝાઈ ગયા અને તેઓએ સ્વામીશ્રીને પુછાવ્યું : ‘મારે શું કરવું ?’
સ્વામીશ્રીએ કહેવડાવ્યું : ‘આપણે બાપાને યાદ કરવા જ જોઈએ. બીજું યાદ ન રહે તો છેવટે એટલું તો યાદ રાખવું કે પ્રમુખસ્વામી મહારાજ, મહંત સ્વામી મહારાજના ગુરુ છે.’
આગળ તે બહેને પૂછ્યું હતું : ‘આપ અને પ્રમુખસ્વામી મહારાજ એક જ છો ?’
સ્વામીશ્રી કહે : ‘બંને એક જ છે. એટલે તો ભગવાનમાં લીન થયા.’
સ્વામીશ્રીનો નિર્દેશ તે બહેને જ જણાવેલું સ્વપ્ન હતું, જેમાં હરિકૃષ્ણ મહારાજની મૂર્તિમાં બંને ગુરુવર્યો લીન થઈ ગયા હતા. ઘણા બધાની શંકાઓને સમાધાનમાં પલટી નાખે તેવા સ્વામીશ્રીએ આપેલા આ ઉત્તરો હતા.
Vachanamrut Gems
Gadhadã II-9:
A Staunch Satsangi
"… Therefore, only he can be called an ekãntik bhakta whose strength is based on the conviction of God more than anything else; and only he can be called a staunch satsangi…"
[Gadhadã II-9]