પ્રેરણા પરિમલ
બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજની પ્રેરક પ્રસંગ-સ્મૃતિઓ
તા. 3-12-2010, બોચાસણ
1983માં સ્વામીશ્રીને હૃદયરોગનો હુમલો આવ્યો એ વખતે વડોદરાના વિખ્યાત કાર્ડિયોલોજિસ્ટ ડૉ. બી. આર. પટેલે સ્વામીશ્રીની ટ્રીટમેન્ટ કરી હતી. તેઓને સ્વામીશ્રીના સ્વાસ્થ્યનો ખ્યાલ આવતાં આજે ખાસ વડોદરાથી તબિયતના સમાચાર પૂછવા આવ્યા હતા. તેઓએ સ્વામીશ્રીને સ્વાસ્થ્ય સંબંધી પૂછ્યું. એટલે જે કંઈ ઘટના ઘટી હતી એની વિગતે વાત સ્વામીશ્રીએ કરી. છેલ્લે બધાં લક્ષણોની વાત સાંભળીને ડૉ. બી. આર. પટેલ કહે : ‘જ્યારે આવું હોય ત્યારે અમે અમારા દર્દીને બે-ત્રણ અઠવાડિયાં માટે સંપૂર્ણ આરામ કરાવીએ છીએ. વિશેષ કોઈ શારીરિક શ્રમ હતો નહીં કે વિશેષ ઠંડી પણ હતી નહીં, છતાં આ દુખાવો થયો એટલે તપાસ કરી લેવી સારી.’ તેઓનો પણ આ મત પડ્યો.
Vachanamrut Gems
Gadhadã II-28:
Being in the Abode of God
“If a person has the company of the devotees of God and also has earned God’s pleasure, then even though he is in Mrutyulok, he is still in the abode of God. Why? Because one who serves the Sant and earns God’s favour will certainly stay near God. Conversely, even if a devotee is in the abode of God, if he has not earned God’s favour and is jealous of devotees of God, then that devotee will certainly fall from that abode.”
[Gadhadã II-28]