પ્રેરણા પરિમલ
ઝેર ખાવાનું મન થાય?
સ્વામીશ્રી ઉતારે પધાર્યા. અહીં બારણા આગળ શ્રીજીનંદન સ્વામી કેટલીક વ્યક્તિને લઈને ઊભા હતા. આ હરિભક્તોને બતાવીને શ્રીજીનંદન સ્વામીએ સ્વામીશ્રીને કહ્યું કે 'બાપા ! આ લોકો સેવા સારી કરે છે, પણ અભક્ષ્ય ખાય છે.'
આ વાત સાંભળીને સ્વામીશ્રી ભાવમાં આવી ગયા. ત્રણેયની નજીક જઈને ત્રણેયની છાતી ઉપર હાથ મૂકીને કહ્યું, 'આવતીકાલે સવારે તમને કોઈ ઝેર આપશે, ખાવું છે તમારે ? મન થાય છે ? ઝેરના પારખા થાય છે ? ન થાય, કારણ કે નિશ્ચય થઈ ગયો છે કે ઝેર ખાવાથી મરી જવાય. એમ શ્રીજીમહારાજની આજ્ઞાનો નિશ્ચય થવો જોઈએ. મહારાજની આજ્ઞા લોપાય એ ઝેર બરાબર છે. લસણ-ડુંગળી ન ખાઈએ તો મરી નથી જવાના. માટે ઝેર સમાન માનીને અભક્ષ્ય ખાવાનું બંધ કરો. આજથી એ નિયમ લો.' એકાદ મિનિટમાં જ સ્વામીશ્રીએ ત્રણેયનું અંતર ભેદી નાખ્યું. ત્રણેય હરિભક્તોએ નિયમ લીધા.
(સુરત, ફેબ્રુઆરી ૨૦૦૫)
Vachanamrut Gems
Loyã-17:
Means to Develop an Aversion For The Panchvishays
Then Muktãnand Swãmi asked another question, "Mahãrãj, how can such an aversion for the panchvishays be developed?"
Shriji Mahãrãj explained, "The principal means for developing such an aversion for the panchvishays is the knowledge of God's greatness, and thereafter, ãtmã-realisation and vairãgya."
[Loyã-17]