પ્રેરણા પરિમલ
બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજની પ્રેરક પ્રસંગ-સ્મૃતિઓ
તા. 7-4-2010, ગાંધીનગર
આજનું ભ્રમણ એક હાસ્યયોગ બની રહ્યો. તાજેતરમાં બી.એ.પી.એસ. સ્વામિનારાયણ સંસ્થાના ‘આર્ષ’ સંશોધન કેન્દ્ર અને ‘સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી’ના સંયુક્ત ઉપક્રમે ‘યોગ’ વિષયક રાષ્ટ્રીય પરિષદ અમદાવાદમાં શાહીબાગ ખાતે બી.એ.પી.એસ. મંદિરમાં યોજાઈ ગઈ હતી. આ કૉન્ફરન્સની સંકલિત વીડિયો શ્રુતિપ્રકાશ સ્વામી બતાવી રહ્યા હતા. જોકે ટેક્નિકલ ક્ષતિને કારણે વારે વારે એ વીડિયો ચોંટી જતી હતી. દૃશ્યને ચોંટી ગયા પછી એને જ્યારે ફાસ્ટ ફોરવર્ડ કરવાનું થાય ત્યારે એ પહેલેથી જ શરૂ થતી હતી. એટલે એ દૃશ્ય પૂરું થયું - ન થયું ત્યાં તો પુનઃ નવેસરથી જ શરૂઆત થતી રહેતી હતી. ઠેઠ ભ્રમણ પૂરું થતાં સુધી આ જ પ્રક્રિયા ચાલતાં સ્વામીશ્રી વારે વારે ખડખડાટ હસીને પ્રતિભાવ આપતા હતા. એક દૃશ્ય ચાલુ હોય ને ચોંટી જાય. એને સરખું કરવાની મથામણ કરી રહેલા શ્રુતિપ્રકાશ સ્વામીને જોતાં જોતાં સ્વામીશ્રી યોગના ઘણા બધા ટાઇટલ આપતા જતા હતા. ક્યારેક વળી ‘ગરબડ યોગ’, તો ક્યારેક વળી ‘ભેળસેળ યોગ’, તો ક્યારેક વળી ‘શિખાઉ યોગ’, તો ક્યારેક વળી ‘હાસ્ય યોગ’, આ રીતે ટાઇટલ આપતાં આપતાં સ્વામીશ્રી પણ ખડખડાટ હસતા હતા. ક્યારેક વીડિયો કાર્યક્રમ ન જોઈને પણ સ્વામીશ્રી સૌનાં અંતરમાં ઊતરી જતા હોય છે એનો આ પ્રત્યક્ષ યોગ આજે દર્શનાર્થી સૌને સાંપડ્યો. છેલ્લે વીડિયો પૂરી તો ન જ થઈ એટલે છેલ્લે હસતાં હસતાં પલંગ ઉપર જતાં જતાં કહે : ‘લ્યો, આ પણ એક યોગ છે.’ એમ કહીને સ્વામીશ્રી યોગનિદ્રામાં પધાર્યા.
Vachanamrut Gems
Vartãl-10:
The only means of attaining liberation
“Thus, one who aspires for liberation should recognise God through these characteristics and seek refuge of that God. One should have complete faith in Him. One should perform His bhakti while remaining within the framework of his injunctions. This is the only means of attaining liberation.”
[Vartãl-10]