પ્રેરણા પરિમલ
યોગીચરિતમ્ - ૧૮૪
ગોંડલ, તા. ૪-૧૧-૧૯૬૯
રાત્રે સ્નાન વખતે ઘણા યુવકો સેવામાં એકત્રિત થઈ જતા. યુવકો સાથે યોગીજી મહારાજ બહુ ગમ્મત કરે. એમને અંગ્રેજી શિખવાડવાનું કહે. એટલે યુવકો અંગ્રેજી શબ્દો કે નાનાં નાનાં વાક્યો સ્વામીશ્રી પાસે બોલાવડાવે, પછી એનું ગુજરાતી કરી બતાવે. આજે યુવકોએ સ્વામીશ્રીને પાઠ આપ્યો કે 'આઈ એમ યંગ...' એનો તરજુમો કર્યો - 'મારામાં યુવાન જેવી શક્તિ છે.' એ સાંભળી સ્વામીશ્રી એમ બોલવાને બદલે બોલ્યા કે 'ભગવાનની શક્તિ છે...' એમ સુધારીને બોલ્યા અને સૌ યુવાનો હસી પડ્યા પછી જ સૌને ખ્યાલ આવ્યો કે નાની નાની બાબતોમાં પણ સ્વામીશ્રી ભગવાનનો સંબંધ અળગો કરી શકતા નથી. ખરેખર તેઓ ભગવાનમય પુરુષ છે !
- સાધુ ઈશ્વરચરણદાસ
Vachanamrut Gems
Gadhadã II-61:
A Word of Advice
“Therefore, all of you householders and renunciants should abide by the following practice: Those who are considered to be respectable in society and worldly affairs should in no way be insulted in an assembly. If they are dishonoured, it will definitely lead to problems and create hindrances in worship. For this reason, then, all satsangi householders and renunciants should firmly abide by this principle of Mine.”
[Gadhadã II-61]