પ્રેરણા પરિમલ
દિગંતમાં ડંકા - ૬૬
મોમ્બાસા, તા. ૧૬-૪-'૭૦
બપોરે ૧૨-૩૦
સવારનો સભાનો કાર્યક્રમ પૂરો કરી યોગીજી મહારાજ ઉતારે - શ્રી રવિભાઈ પંડ્યાને બંગલે પધાર્યા. એમના બંગલાના પોર્ચમાં મોટર ઊભી રહી. સ્વામીશ્રી ઊતર્યા અને નારાયણ ભગતના હાથનો ટેકો લેતા, અચાનક એમને પૂછ્યું, 'તમારે શું લેવું છે ? ધાબળી, પેન વગેરે જે લેવું હોય તે મને કહો તો હું લાવી આપું.'
થોડી ક્ષણો થંભીને નારાયણ ભગતે કહ્યું, 'બાપા, કંઈ જોઈતું નથી. પણ આપ જ કહો કે શું લેવા જેવું છે ?'
'ભગવાનની મૂર્તિ,' હાથના એક હળવા ઝાટકા સાથે, હસતા વદને, સહસા એક વેપારીની અદાથી સ્વામીશ્રી બોલી ઊઠ્યા. વેપારીને પોતાનો જ માલ સારામાં સારો લાગે અને એ ખપાવવાનો એને જેટલો ઉત્સાહ હોય એના કરતાં પણ કોઈ અજબ ઉમંગથી સ્વામીશ્રી બોલ્યા. અને એ માલના પોતે જ એક માત્ર મુખ્ય વિક્રેતા (Sole Agent) હતા. કારણ દુનિયાની બજારમાં પણ એ શોધ્યો જડે એમ નહોતો. મોનોપોલી બિઝનેસમેનની જેમ પોતાના માલનો પ્રચાર કરવાનો સ્વામીશ્રીનો કેફ કાંઈ જુદો જ જણાતો હતો. આવા પ્રસંગે સહેજે જ જણાઈ આવતું કે આ પુરુષને મહારાજની મૂર્તિ વિના કશામાંય રસ નથી. અને પોતાના આશ્રિતને પણ એ જ આપવાનું તાન છે.
- સાધુ ઈશ્વરચરણદાસ
Vachanamrut Gems
Kãriyãni-3:
A Determined Youth vs. a Lazy Youth
"… A person who is determined in that he feels, 'It is not good that I am having these base thoughts,' and who makes an effort to eradicate those thoughts, and who remains determined until they have been eradicated, progresses in his youth. On the other hand, one who is lazy instead of being alert, will not progress. So, a virtuous person like the former can be recognised from his childhood."
[Kãriyãni-3]