પ્રેરણા પરિમલ
સર્વ કર્તા ભગવાન છે
જાણીતા ઉદ્યોગપતિ અને વૈજ્ઞાનિક અભિગમ ધરાવતા ધીરજલાલ કોટડિયાને સ્વામીશ્રી મળ્યા. તેઓએ દિલ્હી અક્ષરધામથી અતિ પ્રભાવિત હતા. તેમણે અક્ષરધામના સર્જક તરીકે સ્વામીશ્રીને બિરદાવ્યા એટલે સ્વામીશ્રી કહેવા લાગ્યા : ''જે કંઈ થયું છે એ ભગવાન સ્વામિનારાયણની ઇચ્છાથી થયું છે. શ્રીજીમહારાજની મરજી વગર સૂકું પાંદડું પણ હાલતું નથી. યોગીજી મહારાજનો સંકલ્પ હતો તેથી થયું છે. આપણે ગમે એટલું કરીએ પણ એમની પ્રેરણા અને શક્તિ વગર કાંઈ થતું નથી. ભગવાનને સર્વકર્તા માનીએ તો આપણને શાંતિ રહે. જો 'હું કરું છું' એટલું કરવા જઈએ તો હેઠા પડાય.''
(સુરત, ફેબ્રુઆરી ૨૦૦૫)
Vachanamrut Gems
Panchãlã-3:
One With Intelligence Realises and Eradicates His Flaws
"… One who is intelligent, though, realises his own flaws; i.e., he acknowledges the fact that I possess this many flaws. Then, maintaining an intense aversion towards those flaws, he eradicates them. Also, if a sãdhu were to speak to him about eradicating those flaws, he would accept that advice as beneficial. As a result, no flaws of egotism, jealousy, etc., would remain in him…"
[Panchãlã-3]