પ્રેરણા પરિમલ
બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજની પ્રેરક પ્રસંગ-સ્મૃતિઓ
તા. 2-12-2010, બોચાસણ
સ્વામીશ્રીના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને હરિભક્તો સાથેની મુલાકાતો અને જાહેર કાર્યક્રમો બંધ રાખવામાં આવ્યાં હતાં. જોકે ઠાકોરજીનાં દર્શન કરવા જતી વખતે સ્વામીશ્રી દરેક હરિભક્તને દૃષ્ટિથી મળી લેતા હતા. એ દરમ્યાન જ સ્વામીશ્રીએ જોઈ લીધું હશે કે ડલાસથી વિનુભાઈ આવેલા છે. સ્વામીશ્રીના મનમાં તેઓને મળવાની ઇચ્છા ખૂબ હતી. એટલે આજે ભોજન પછી ધર્મચરણ સ્વામીને કહે : ‘પેલા ડલાસવાળા અમેરિકાથી આવ્યા છે વિનુભાઈ, એમને મળવાનું રહી જાય છે.’
ધર્મચરણ સ્વામી કહે : ‘હજી એ રોકાવાના છે, મુલાકાતો ચાલુ થશે ત્યારે મળી લેવાશે.’
માંદગીની વચ્ચે પણ સ્વામીશ્રીની ક્રિયાશીલતામાં કોઈ જ ફર્ક પડતો નથી.
Vachanamrut Gems
Vartãl-3:
Turning the Saline to the Sweet
“… Similarly, the great Purush, like the vadvãnal fire, transforms even the ‘salty’ jivas who are like the saline sea water, into ‘sweet’ jivas.”
[Vartãl-3]