પ્રેરણા પરિમલ
દિગંતમાં ડંકા - ૬૫
મોમ્બાસા, તા. ૧૫-૪-'૭૦
બપોરે ૧-૩૦
યોગીજી મહારાજના જન્મસ્થાન ઉપર ધારી ગામમાં હરિમંદિર બાંધવાનું હતું. ગોંડલથી ટપાલમાં એ નકશા આવ્યા હતા. શ્રી હર્ષદભાઈ દવેના હાથમાં નકશા હતા. સ્વામીશ્રીને કાંઈ ખ્યાલ નહોતો એટલે સહેજે પૂછ્યું, 'આ શું છે ?'
'લ્યો, બાપા,' એમ કહી તેઓ આપવા જતા હતા ત્યાં શ્રી મગનભાઈ સેક્રેટરી વચ્ચે બોલી ઊઠ્યા,
'બાપા, ધારીના નકશા છે.'
સ્વામીશ્રીએ લંબાવેલો હાથ વીજળીનો ઝાટકો લાગે એમ પાછો ખેંચી લીધો ને એને અડવાનીયે અનિચ્છા છુપાવતાં, વાત વિસારે પાડતાં કહ્યું,
'મગનભાઈ બહુ સારા.'
નિયમભંગના એક મહાન દોષમાંથી જાણે શ્રી મગનભાઈ એ બચાવી લીધા હોય એવા આભારની લાગણી એમના મુખ ઉપર ઊપસી આવી હતી. સાથે નિરાંત પણ કે જાણે અગ્નિમાં હાથ પડતો બચી ગયો હોય !
- સાધુ ઈશ્વરચરણદાસ
Vachanamrut Gems
Kãriyãni-5:
The Sole Purpose of God's Avatar
"Thus, the only reason God assumes an avatãr is to fulfill the desires of His beloved devotees. Along with this, He grants liberation to innumerable other jivas and also establishes dharma…"
[Kãriyãni-5]