પ્રેરણા પરિમલ
ભગવાન માટે આમ નચાય...
સત્સંગ સભા બાદ સ્વામીશ્રી પોતાના ઉતારે પધાર્યા ત્યારે અહીં યુવકો તેઓની રાહ જોતાં ઊભા હતા. સ્વામીશ્રીને જોતાંવેંત સૌ પંક્તિ બોલી ઊઠ્યા,
'નચાવો એમ અમે નાચશું,
રંગ ઢોળી દો...'
'નચાવો એટલે શું ?' સ્વામીશ્રીએ યુવાનોને પ્રશ્ન કર્યો. જાતે જ ઉત્તર આપતાં કહ્યું, 'ભગવાનની આજ્ઞા પાળીએ અને મન નચાવે એમ ન નાચીએ તો ભગવાન વડે નાચ્યા કહેવાઈએ. આપણે ભગવાનની આજ્ઞા પ્રમાણે રહેવું. એ રીતે નાચવાનું છે. વ્યસન-દૂષણ ન રહે, ભજન સારામાં સારું થાય, અભ્યાસ સારામાં સારો થાય, ડિગ્રી સારામાં સારી મળે, માબાપની સેવા કરવાની છે, ભક્તિ કરવાની છે. આ બધું કરીએ એ ભગવાન માટે નાચ્યા કહેવાય. બાકી છોકરા-છોકરીઓ નાચમ્નાચ કરે એ તો બધું નકામું છે. ભગવાન સાથે તો મીરાં, નરસિંહ અને સંતોએ જેમ આજ્ઞા પાળી એ રીતે નાચવાનું છે.'
થનગનતા એ યુવાનો હવે સાચા અર્થમાં નાચવાનું શીખ્યા.
(તા. ૫-૧-૨૦૦૬, સુરત)
Vachanamrut Gems
Loya-6:
Not Staying in Adverse Circumstances
"… Further, if adverse times are prevailing and riots are taking place, then even if it is God's command to stay, one should leave that place; but one should not stay there and suffer beatings."
[Loyã-6]