પ્રેરણા પરિમલ
વિચારોનો ભાર ખંખેરી નાંખ...
એક મુમુક્ષુ વરસો પહેલાં આત્મહત્યા કરીને ધામમાં ગયા હતા. તેઓનો પુત્ર ભણવામાં ખૂબ જ હોશિયાર હોવા છતાં નાનપણમાં જોયેલાં દૃશ્યોની અસર મગજમાંથી ભૂંસી શકતો ન હતો. બારમા ધોરણમાં અભ્યાસ કરતો આ કિશોર વારે વારે એનાં માતુશ્રીને કહે છે કે 'દર વરસે મારા ૮૦„ ઉપર માર્ક આવ્યા છે. પરંતુ બારમા ધોરણમાં જો ઓછા માર્ક આવ્યા તો હું પણ મારા પિતાજીની જેમ આત્મહત્યા કરીશ.'
પતિનું છત્ર ગુમાવેલી માતાને માટે પુત્રની આ વાત વજ્રાઘાત સમી હતી. એકના એક લાડકવાયા દીકરાને તેઓ બીજું કરી પણ શું શકે ? આથી એ દીકરાને આજે સ્વામીશ્રી પાસે મોકલ્યો હતો. સ્વામીશ્રીએ એને આશીર્વાદ આપતાં કહ્યું, 'તું મહેનત કરજે, ભજનભક્તિ કરજે, એટલે મગજ ઉપર ભાર રહે નહીં. દર વરસે સારામાં સારા માર્ક આવે છે, તો હવે પછી મોળા વિચાર શું કામ કરે છે ? તારે તો એવા જ વિચાર કરવાના કે હું સારા માર્કે પાસ થવાનો જ છુ _. અત્યારથી જ પાણીમાં બેસી જઈશ તો તું લખી કે વાંચી નહીં શકે. માટે મોળા વિચાર કરતો જ નહીં. મહેનત કરીને આગળ વધજે. ઓછા માર્ક આવશે એવો મગજ ઉપર ભાર રાખતો નહીં. શ્રીજીમહારાજનું ભજન કરજે, પ્રાર્થના કરજે. અમે પણ તારા માટે પ્રાર્થના કરીશું. તારે સારા માર્ક આવવાના જ છે. કદાચ સારા માર્ક ન આવે તો પણ ગભરાવાનું નહીં. સાવ ન ભણેલાઓ પણ આગળ વધી ગયા છે. ધીરુભાઈ અંબાણી જેવા થોડુંક જ ભણ્યા હતા, પરંતુ પોતાની બુદ્ધિ અને આવડતથી આગળ વધ્યા છે. એટલે એ માર્ક્સ માટે બીજો વિચાર કરવો નહીં. સારા માર્ક આવશે જ, એવા વિચાર સાથે મહેનત કરજે.'
સ્વામીશ્રીએ આ કિશોરના હૈયામાં આશાનો સંચાર કર્યો. વળી પાછા સ્વામીશ્રી એને કહેવા લાગ્યાઃ 'વિઘ્ન આવે તોય ધ્યેયમાંથી દૃઢતા છોડવી નહીં. શાસ્ત્રીજી મહારાજને કેટલા વિક્ષેપો આવ્યા ? પરંતુ એમના મનમાં નિશ્ચય હતો કે અક્ષરપુરુષોત્તમનું જ્ઞાન પ્રવર્તાવવું છે તો કોઈ વિઘ્ન જોયા નહીં. મોટા પુરુષનો માર્ગ આપણી સામે છે. માટે એ રીતે આપણે વર્તવું. શ્રદ્ધા રાખીને મહેનત કરજે તો આગળ વધાશે.'
(તા. ૨૮-૧૨-૨૦૦૫, સુરત)
Vachanamrut Gems
Panchãlã-4:
When God is Present as a Human, does He Leave His Divine Abode Empty?
"… Therefore, God suppresses His own divine powers and gives darshan exactly like a human. But at the same time, He still remains present in His own abode. Only when God comes as a human are people able to do His darshan, touch Him, and offer the nine types of bhakti."
[Panchãlã-4]