પ્રેરણા પરિમલ
પ્રગટ બ્રહ્મસ્વરૂપ મહંત સ્વામી મહારાજની પ્રેરક પ્રસંગ-સ્મૃતિઓ
તા. 26-3-2017, લેનેશિયા
સ્વામીશ્રી સમક્ષ ‘દિગંતમાં ડંકા’ પુસ્તક વંચાતું હતું ત્યારે શ્રીજીમહારાજ વખતના એક સંત રોળાનંદની વાત નીકળી. હરિનારાયણદાસ સ્વામીએ પૂછ્યું : ‘આપે રોળાનંદને આટલી બધી વાર યાદ કર્યા છે, તો એમનું કલ્યાણ થઈ ગયું ને ?!’
સ્વામીશ્રી કહે : ‘હા.’ પછી સમજાવતાં કહે : ‘કરવત આમેય કાપે અને આમેય કાપે. મહારાજના યોગમાં આવે એટલે ચોરાસી તો ટળી જ ગઈ. બે-ચાર જન્મે ગમે તેમ કરીને કસર કાઢી નાખે. એમની આ કૃપા જ છે. ભગવાન કૃપાસાધ્ય છે. પુરુષપ્રયત્નથી કાંઈ ન થાય. અનંત જન્મ થયા, આપણે પુરુષપ્રયત્ન જ કર્યા છે, પણ કાંઈ ન થયું. મહારાજ આવ્યા ને સંકલ્પ કર્યો - (સ્વામીશ્રીએ ચપટી વગાડી) ગારોય લેવો છે.’
એક સંતે પૂછ્યું : ‘એવી કૃપા થાય તે માટે કાંઈ પુરુષપ્રયત્ન કરવાનો ?’
‘સરખો રહે, બસ !’ સ્વામીશ્રી બોલ્યા.
પછી ઉમેરતાં કહે : ‘આઘોપાછો થાય તો વિલંબ થાય. પચાસ-સાઠ જન્મ લેવા પડે. ભગવાન વાટ જ જુએ છે - ધામમાં બેસાડવાની. સરખા રહીએ તો ગમે તેમ કરીને પાંખમાં બેસાડી દે.’
Vachanamrut Gems
Gadhadã II-8:
Introspection
"… Someone may ask, 'What is antardrashti?' The answer is: To direct one's vrutti towards either the internal or the external form of God is itself 'antardrashti'…"
[Gadhadã II-8]