પ્રેરણા પરિમલ
જોગી મહારાજની ટ્રેનિંગ છે...
સ્વામીશ્રીના રોકાણ દરમ્યાન સ્થાનિક હરિભક્તો, સંતોના નાનામોટા પત્ર આવ્યા હોય એમાં છેલ્લી ઘડીએ જ્યાં જેને જે માર્ગદર્શન આપવાનું હતું એની નોંધ સ્વામીશ્રીએ વગર લખે આપી દીધી. વળી, નીકળતાં પહેલા બાથરૂમ જતી વખતે કાંઈક યાદ આવતાં બહાર ગયેલા અભયસ્વરૂપ સ્વામીને સ્વામીશ્રીએ પાછા બોલાવ્યા.
અભયસ્વરૂપ સ્વામીએ સહેજે જ પૂછ્યું કે 'આપને આ બધું સહજતાથી યાદ કઈ રીતે રહે છે ?'
સ્વામીશ્રી મર્માળુ હસીને કહે, 'શાસ્ત્રીજી મહારાજની કૃપા અને શાસ્ત્રીજી મહારાજ તથા જોગી બાપાએ બહુ ટ્રેનિંગ આપી છે એટલે એમની કૃપાથી બધું થાય છે.'
સાહજિક રીતે સ્વામીશ્રીએ આ યશ પણ ગુરુનાં ચરણોમાં સમર્પિત કરી દીધો. નેતૃત્વ જેવો ભારેખમ શબ્દ સ્વામીશ્રીના નેતૃત્વની રીતો આગળ ખૂબ જ વામણો લાગે છે.
તા. ૨૫-૧૨-૨૦૦૫, ભરૂચ
Vachanamrut Gems
Loyã-6:
The Foundations of All Endeavours
"Of the dharma-related endeavours, if one maintains the vow of non-lust, all other endeavours will develop. Of the God-related endeavours, if one keeps the conviction of God, then all of the others will develop."
[Loyã-6]