પ્રેરણા પરિમલ
યોગીચરિતમ્ - ૧૮૦
ગોંડલ, તા. ૨૮-૧૦-૧૯૬૯
બપોરે યોગીજી મહારાજ જમી રહ્યા હતા. યોગેશ્વર સ્વામીએ સ્વામીશ્રીના પત્તરમાં ભાત પીરસ્યો અને કહે, 'આ પુરુષોત્તમપરાના ચોખા છે, તુળશીભાઈ લાવ્યા છે. પંખાળીના ચોખા ગૂણ ભરીને લાવ્યા છે.' એમના કહી રહ્યા પછી સ્વામીશ્રી ધીરેથી કહે, 'ભગવાન ભજે તો બધું જ મળી રહે... ભજન કરે તો એની મેળેõ ઢગલા થાય. ભજન કરવું જોઈએ.'
બપોરે ચાર વાગ્યે સ્વામીશ્રી સભામાં પધાર્યા. સંત પાસે કીર્તન ગવરાવતા હતા. 'સંત વિના રે સાચી કોણ કહે' એ કીર્તન સંતો ગાતા હતા. તેમાં પંક્તિ આવી 'સંત વચન કટુ કહે, આપવા આપણો રંગ.' સંતોને અટકાવતાં સ્વામીશ્રી કહે, 'સંત કટુ વચન કહે તો કોઈ ઊભો રહે ? તો રંગ પણ ન લાગે. રંગ ક્યારે આવે ? સંતનું વચન મનાય તો.'
- સાધુ ઈશ્વરચરણદાસ
Vachanamrut Gems
Gadhadã III-6:
God is Not Pleased by Bhakti Done With Jealousy
“If a devotee of God engages in delivering spiritual discourses, singing devotional songs, listening to talks of God, and the rest of the nine types of bhakti with jealousy towards other devotees, then God is not very pleased by that bhakti. But if, having discarded jealousy, one offers bhakti only for one’s own liberation and not to display to other people, then God is pleased by that bhakti. Therefore, one who wants to please God should not offer bhakti to please other people or out of jealousy for someone, but should do so only for one’s own liberation.”
[Gadhadã III-6]