પ્રેરણા પરિમલ
યોગીચરિતમ્ - ૨૧૯
મુંબઈ, તા. ૨૭-૧-૧૯૭૦
મુંબઈના ફડિયા મામા ખૂબ જ વિચક્ષણ, સત્સંગપ્રેમી અને સાધુ-સંતોના પારખુ-મુમુક્ષુ જીવ હતા. એમને યોગીજી મહારાજનો યોગ થયો ને સાધુતા જોઈ જીવ મળી ગયો. પોતે જ્ઞાની, વિચારશીલ તે સ્વામીશ્રીનો તાગ કાઢવા પ્રયત્ન કરે - પણ ગમ પડે નહિ. એટલે એક દિવસ એમની રમૂજી શૈલીમાં કહે,'સ્વામીબાપા ! કેમ તબલા વગાડે છે તે તો સમજ જ નથી પડતી.'
'શેની ખબર પડે ? અભિપ્રાય જાણે એને ખબર પડે.' સ્વામીશ્રીએ સહજભાવે એકદમ કહી દીધું.
- સાધુ ઈશ્વરચરણદાસ
Vachanamrut Gems
Loyã-18.11:
Divinity of God in Human Form
"Therefore, although God appears to be like a human, the aforementioned luminosity and bliss all remain in Him…"
[Loyã-18.11]