પ્રેરણા પરિમલ
હતાશા નહીં, શુભ આશા
ગુજરાત સરકારના એક ઉચ્ચ હોદ્દાના અધિકારી પ્રમુખસ્વામી મહારાજનાં દર્શને આવ્યા હતા. સરકાર તરફથી તેઓની કામગીરીની ખૂબ જ પ્રશંસા પણ થઈ હતી, પરંતુ હતાશાનો તેઓ ભોગ બન્યા હતા, એને કારણે વ્યસનની લતે ચડી ગયા હતા.
સ્વામીશ્રીએ તેઓને આશ્વાસન અને બળ આપતાં કહ્યું, 'દારૂ તો મૂકો જ. દારૂથી શાંતિ થશે એ જ ભ્રમણા છે. વ્યસન હશે તો ઊલટી અશાંતિ રહેશે. એની જરૂર જ નથી. ભગવાનનું સ્મરણ કરીએ તો ટેન્શન દૂર થાય અને આપઘાત તો કરવો જ નહીં. દેહ પાડી નાખવાથી કશું જ થતું નથી. ભગવાનને પ્રાર્થના કરજો કારણ કે વ્યસનમાં તો બધી જ રીતે નુકસાન છે. પૈસાથી, શરીરથી, કુટુંબક્લેશ અને સમાજમાં પણ આબરૂ જાય એ જુદું. માટે એ બાબતમાં પડશો જ નહીં. ભગવાન તમને બળ આપશે. અમે પણ પ્રાર્થના કરીશું, હતાશ થવાની જરૂર નથી. ભગવાનનું બળ રાખજો. અને સત્સંગસભામાં પણ કાયમ આવતા રહેજો.'
સ્વામીશ્રીના બળભર્યા આશીર્વાદથી તેઓને ખૂબ જ શાંતિ થઈ ગઈ. જીવન જીવવાની દિશા મળી, સ્વામીશ્રીને એમણે વચન આપ્યું કે 'હવે હું નિયમિતપણે સત્સંગ કરીશ.' સ્વામીશ્રીના સાંનિધ્યમાં હતાશામાંથી બહાર નીકળીને તેઓ મંગલ આશા સાથે વિદાય થયા.
Vachanamrut Gems
Gadhadã II-26:
Accepting Advice Positively
“Moreover, the following practice is observed everywhere: When a king or a guru scolds and rebukes a servant or a disciple, if the servant or disciple accepts it positively, then the king or the guru harbours tremendous affection for him. Conversely, they do not feel affection towards a person who reacts negatively when given such advice. God’s method is similar. When He gives advice to someone, if they accept it positively, He develops affection for them; if they react negatively, however, He does not develop affection for them.”
[Gadhadã II-26]