પ્રેરણા પરિમલ
દિગંતમાં ડંકા - ૪૪
કંપાલા, તા. ૨૫-૩-'૭૦
આજે સવારે એક બાળક યોગીજી મહારાજ પાસે, પોતાની ઓટોગ્રાફ બુકમાં સ્વામીશ્રીના હસ્તાક્ષર લેવા આવ્યો. એની પાસે છ બોલપેન હતી.
'બાપા, આપ એક પેન રાખી લ્યો,' એણે સ્વામીશ્રીને વિનંતી કરી.
એક પેન જોઈ સ્વામીશ્રીએ કહ્યું, 'આ પેન સારી છે.' પછી બીજી પેનથી લખી જોયું ને કહ્યું, 'આ પણ સારી છે.' પછી ધીરેથી કહે :
'એમ કરોને, આ બધી તમને સેવામાં આપી દ્યો ને. લાખ રૂપિયા આપતા ન મળે તેવી સહી તમને કરી આપી છે. લ્યો, આ એક પ્રસાદીની પેન પાછી, તેનાથી બીજા કોઈ મોટા પુરુષ પાસે સહી જ કરાવવા રાખી મૂકજો.'
બાળકે રાજી થઈ બધી પેનો બાપાનાં ચરણમાં ધરી દીધી.
પછી એ મહંત સ્વામી પાસે આવ્યો. એટલે મહંત સ્વામીએ એને કહ્યું, 'તમારી બધી પેનો બાપાએ લઈ લીધી !'
'પણ આવા માંગનારા ક્યાંથી મળે ?' બાળકે સંતોષ સાથે પોતાની સમજણ વ્યક્ત કરી. ત્યારે સૌને આશ્ચર્ય થયું કે પરદેશમાં પણ નાનાં નાનાં બાળકો, સ્વામીશ્રીને કેવા ચાહે છે ?
- સાધુ ઈશ્વરચરણદાસ
Vachanamrut Gems
Gadhadã I-74:
Measure of One's Detachment
Shriji Mahãrãj then began, "The extent of one's vairãgya and one's understanding can be measured only when one encounters vishays, or in times of some hardship, but not otherwise…"
[Gadhadã I-74]