પ્રેરણા પરિમલ
પ્રગટ બ્રહ્મસ્વરૂપ મહંત સ્વામી મહારાજની પ્રેરક પ્રસંગ-સ્મૃતિઓ
રાત્રે આરામમાં જતાં પહેલાં સ્વામીશ્રીને જળપાન કરાવીને મુખ લૂછવા માટે ટિસ્યૂ આપવામાં આવ્યું. તેનાથી મુખ લૂછતાં સ્વામીશ્રી કહે : ‘આપણે હવે ટિસ્યૂના 4 કટકા કરીએ.’
વાત જાણે એમ હતી કે તા. 12-3-2017ના રોજ રાત્રિભોજન પહેલાં વાતવાતમાં ભદ્રેશદાસ સ્વામીએ ડૉક્ટર સ્વામી વાપરે છે તે એક ટિસ્યૂનો બત્રીસમો ભાગ બતાવ્યો હતો. સ્વામીશ્રીના મુખના ભાવો પારખીને ભદ્રેશદાસ સ્વામીએ કહ્યું હતું : ‘આ વાત આપના માટે નથી, અમારા માટે છે. આપના માટે તો 100-100 માથાં કુરબાન કરીએ તો પણ ઓછું છે.’ પણ સ્વામીના મનમાં ત્યારથી રમતું હતું - ‘જરૂર વગરનો ટિસ્યૂનો એક ટુકડો પણ વપરાવો ન જોઈએ.’
તેનો હવેથી અમલ કરવાની દૃઢ રુચિ રજૂ કરી દીધી. સેવક સંત કાંઈ હા-ના કરે તે પહેલાં ટિસ્યૂ બતાવીને તાર્કિક રીતે સમજાવતાં કહે : ‘આટલું જ વપરાય ને !’ સ્વામીશ્રીએ મુખનો સ્પર્શ થયો હતો એટલો ભાગ બતાવ્યો. હવે કાંઈ બોલવાનું રહ્યું નહોતું.
‘મારું એ સારું એમ નહીં પણ સારું એ મારું’ - એ ભાવના સ્વામીશ્રીના જીવનમાં સૌએ મૂર્તિમંત જોઈ.
Vachanamrut Gems
Panchãlã-7.3:
Knowing God Perfectly
"… Moreover, just as the form of God in Akshardhãm is resplendent with countless divine powers and divine light at the end of ãtyantik-pralay, one should realise exactly the same regarding the manifest God in human form. One who realises this is said to have known God perfectly."
[Panchãlã-7.3]