પ્રેરણા પરિમલ
યોગીચરિતમ્ - ૨૦૧
ગોંડલ, તા. ૧૨-૧૨-૧૯૬૯
આજે અમદાવાદના જજ શેલત સાહેબ આવેલા. એમના બે દીકરાઓને યોગીજી મહારાજને ખૂબ ભાવથી પગે લગાડ્યા અને કહ્યું,'બાપા ! આમને ભગવાનની ભક્તિ આપો. ભણતર નથી જોઈતું. ભગવાનની ભક્તિ હશે તો બધું આવશે.' વળી, દીકરાઓ પાસે સ્વામીશ્રીને દંડવત્ કરાવ્યા અને સ્વામીશ્રી પાસે દીકરાઓને આશીર્વાદ અપાવડાવ્યા.
સ્વામીશ્રી બહુ રાજી થયા.' સાચું કહે છે બીચારા... આવું કોઈ માંગતું નથી.' એમ બોલતા જાય અને પ્રસન્ન થતા જાય.
- સાધુ ઈશ્વરચરણદાસ