પ્રેરણા પરિમલ
ઉધો! સંત સુખી સંસાર મેં...
લગભગ ૬૦ જેટલા હરિભક્તો અને ગુણભાવીઓને મળવામાં રાતના ૧૦.૦૦ વાગી ગયા. જમવાના આસન ઉપર જ વિરાજીને ત્યાર પછી સ્વામીશ્રીએ પત્રવાંચન શરૂ કર્યું. પત્ર પૂરો થતાં સંતો તરફ દૃષ્ટિ કરતાં સ્વામીશ્રી બોલ્યાઃ 'એક પણ સુખનો પત્ર નથી, બધા જ દુઃખ ને દુઃખના જ પત્રો આવ્યા છે. આ દેશમાં પણ મારઝૂડ કેવી થાય છે?! સાંભળીને ત્રાસ થાય છે.' આટલું બોલીને થોડીવાર અટકીને સંતોના પ્રતિભાવો સ્વામીશ્રી નિહાળી રહ્યા. મુખ ઉપર કરુણા હતી. થોડાક દુઃખ મિશ્રિત હાસ્ય સાથે સંતોને ઉદ્દેશીને સ્વામીશ્રીએ કહ્યું: 'આપણે જ સુખી છીએ. 'ઉધો ! સંત સુખી સંસારમેં....'
(૩૦-૪-૨૦૦૪, લંડન)
Vachanamrut Gems
Loyã-8:
Controlling One's Speech
"Finally, the over-activity of one's speech can be eradicated by not interrupting with wise remarks when people like Muktãnand Swãmi are speaking or narrating from a scripture. Moreover, if one does happen to interrupt, one should turn a rosary 25 times. Thereby, the over-activity of speech can be eradicated."
[Loyã-8]