પ્રેરણા પરિમલ
બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજની પ્રેરક પ્રસંગ-સ્મૃતિઓ
તા. 30-11-2010, બોચાસણ
આજની સવાર રોજની જેમ જ સામાન્ય હતી. ઠંડી પણ રોજના જેવી હતી. રોજની જેમ જ સ્વામીશ્રી સઘળે દર્શન કરીને સભાગૃહમાં પધાર્યા, પૂજામાં વિરાજ્યા, પરંતુ થોડી વારમાં સ્વામીશ્રીએ સેવક સંતને ઇશારો કરીને બોલાવ્યા અને કહ્યું : ‘ઠંડી લાગે છે.’ સ્વામીશ્રીને શાલ ઓઢાડવામાં આવી. જો કે શરીરમાં અંદરથી કસર હતી, એટલે સેવક સંતે ખૂણેખાંચરે ક્યાંયથી હવા ન પેસે એ રીતે શાલ ઓઢાડી. સ્વામીશ્રીને અચાનક ઠંડી ચડી હતી. જોકે પૂજાના ક્રમમાં અથવા તો સમયમાં કોઈ ફરક પડ્યો નહીં. ફક્ત સંતોએ એટલું નોંધ્યું કે પૂજા દરમ્યાન માળાવાળો હાથ કંઈક ફંગોળાતો લાગતો હતો.
પૂજા પછી સ્વામીશ્રી ઉતારે પધાર્યા. ડૉ. નિકુલે સ્વામીશ્રીની નાડી માપી. નાડી રોજ કરતાં વધારે ગતિમાન હતી. 100થી 120ના આશરે નાડી ધબકતી હતી અને વળી, અંદરથી અનિયમિત પણ હતી. એને કારણે તાત્કાલિક ઈ.સી.જી. લેવાનો નિર્ણય કર્યો. યોગીચરણ સ્વામીએ ઈ.સી.જી. લેવાની વાત કરી અને તેઓ પૂર્વતૈયારી માટે શયનકક્ષમાં પધાર્યા. સ્વામીશ્રી પણ એ તરફ જઈ રહ્યા હતા, પરંતુ સ્વામીશ્રીએ અચાનક થોડાક મોટા અવાજે કહ્યું : ‘યોગી ! થોડા હરિભક્તોને મળી લઈએ, પછી આ બધું કરીએ.’
જોકે આજે તો છેલ્લો દિવસ હતો, આજે આણંદ જવાનું હતું. છેલ્લા દિવસે મુલાકાતો હોતી નથી, છતાં લાઠીની જમીન માટે આવેલા હરિભક્તોને મળવાની સ્વામીશ્રીને ઇચ્છા હતી. એટલે થોડીક મુલાકાત ગોઠવી હતી.
યોગીચરણ સ્વામી કહે : ‘પહેલાં ઈ.સી.જી. લઈ લઈએ અને પછી હરિભક્તોને મળીએ તો સારું.’
સ્વામીશ્રી કહે : ‘મળતાં પાંચ જ મિનિટ થશે. આપણે પહેલાં મળી લઈએ તો...’
પરંતુ અત્યારની સ્વાસ્થ્યની પરિસ્થિતિમાં તો પહેલાં ઈ.સી.જી. થાય એ જ અગત્યનું હતું.
પોતાની માંદગીની પરવા કર્યા વગર સ્વામીશ્રી સંસ્થાનાં કાર્યો માટે અને હરિભક્તો માટે કેટલા તત્પર હોય છે, એનાં દર્શન આ પરિસ્થિતિમાં પણ થઈ શકતા હતા ! આમ જુઓ તો સ્વાસ્થ્યની સામે અત્યારે કોઈ મુલાકાત એટલી અગત્યની ન હતી, છતાં સ્વામીશ્રીની આ કેવળ કરુણા જ કહી શકાય.
Vachanamrut Gems
Gadhadã III-19:
For One Who has Renounced
“A devotee who has renounced worldly life may possess two undesirable traits which do not befit him in this Satsang fellowship. The first is lust, and the second is affection for his relatives. In my eyes, one who possesses these two undesirable traits is like an animal. Of these two, I have an extreme repulsion for one who has excessive affection for one’s relatives. “For this reason, then, a person who has renounced worldly life should not keep even the slightest amount of affection for his relatives…”
[Gadhadã III-19]