પ્રેરણા પરિમલ
બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજની પ્રેરક પ્રસંગ-સ્મૃતિઓ
તા. 6-4-2010, ગાંધીનગર
આજની મુલાકાતમાં એક વિદેશથી આવેલો કિશોર પણ હતો. એને ભારતમાં રહીને અભ્યાસ કરવો હતો. વડોદરામાં એનું ઘર પણ હતું, પરંતુ તેઓનો પરિવાર પરદેશ રહેતો હોઈ ઘરમાં બીજું કોઈ જ હતું નહીં. બીજો વિકલ્પ છાત્રાલયમાં રહીને ભણવાનો પણ હતો. એટલે સ્વામીશ્રીને કહ્યું કે ‘આપ જ્યાં કહો ત્યાં રહીને હું ભણું.’
સ્વામીશ્રી કહે : ‘ઘરમાં કોઈ છે નહીં એટલે ખાવા-પીવાથી માંડીને બધા જ પ્રશ્નો થાય. એના કરતાં છાત્રાલયમાં રહેજે.’
આ સાંભળીને એની સાથે આવેલા એક સંત કહે : ‘એને મૂળ પ્રશ્ન મોબાઈલનું વ્યસન છે. મોબાઈલ વગર એ રહી શકતો નથી અને છાત્રાલયમાં તો એનો નિયમ છે.’
સ્વામીશ્રી કહે : ‘એની જરૂર જ નથી. પહેલાં તું અભ્યાસમાં ધ્યાન આપ, એમાં એકાગ્ર થા અને મોબાઈલ તો પછી છે જ. માટે ભણવાનું છે એ બરાબર ભણી લે.’ સ્વામીશ્રીએ પોતાની રુચિ દર્શાવી.
Vachanamrut Gems
Vartãl-20:
Janak the Videhi
“Janak the Videhi followed the path of pravrutti, and yet he was undisturbed. For example, when a female sannyãsi named Sulbhã came into Janak’s court, King Janak told Sulbhã, ‘Though you are trying to seduce my mind, by the grace of my guru Panchshikh Rishi, I have mastered the doctrines of both Sãnkhya and Yoga. So, even if half of my body is anointed with sandalwood paste and the other half is slashed with a sword, both would be the same to me. Even if my Mithilãpuri were to burn down, still nothing of mine would be burned. Thus, even though I have adopted the path of pravrutti, I am still unaffected and undisturbed.’ This is what King Janak said to Sulbhã. Also, King Janak was said to be the guru of even Shukji.
[Vartãl-20]