પ્રેરણા પરિમલ
બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજની પ્રેરક પ્રસંગ-સ્મૃતિઓ
તા. 28-11-2010, બોચાસણ
ભોજન પછી અમેરિકાથી એક ફોન આવ્યો. એક મુમુક્ષુને પત્ની સાથે મતભેદ થયો હતો અને પરિણામે એ મુમુક્ષુ કોઈ અમેરિકન ધોળીને પરણવા માગતા હતા ને પત્ની સાથે છૂટાછેડા લેવા માગતા હતા. આ સંદર્ભમાં ત્યાં વિચરણ માટે ગયેલા સંતોએ પણ એ મુમુક્ષુને બોલાવીને બળની વાતો કરીને સમાધાન કર્યું હતું અને તેઓ અમેરિકન મહિલાને છોડી દેવા રાજી થયા હતા. આ સંદર્ભમાં એ મુમુક્ષુ સાથે ફોનમાં વાત કરતાં સ્વામીશ્રીએ કહ્યું : ‘કુટુંબમાં મતભેદ થયેલા છે એ વાત સાચી, પણ હવે સાથે રહીને સંપીને રહેજો. આગળ-પાછળનું ભૂલી જજો. તમારા બંનેનું જીવન સારી રીતે પસાર થાય અને શાંતિ રહે એ આશીર્વાદ છે. સમાધાન થયું છે તે કાયમ રહે એવું બળ રાખજો.’
એ મુમુક્ષુ પ્રાયશ્ચિત્તના ભાવ સાથે કહે : ‘રાજી રહેજો.’
સ્વામીશ્રી કહે : ‘અમારી આજ્ઞા પાળી છે તો ભગવાન રાજી થશે. મમત્વ મૂકી દીધું છે એ બહુ સારી વાત છે. ભગવાન આગળ મમત્વ મૂકવાનું છે.’
એ મુમુક્ષુ કહે : ‘ભૂલચૂક થઈ હોય તો માફ કરજો.’
સ્વામીશ્રી કહે : ‘તમે અમારા વચને બધું મૂકી દીધું છે, તો અમે રાજી છીએ.’
Vachanamrut Gems
Gadhadã II-57:
If a Person Truly Loves God
“Furthermore, if a person truly loves God, he would never develop love for anything else. If there is an object that appears to be dearer to him than God, he would completely discard it. That is true renunciation…”
[Gadhadã II-57]