પ્રેરણા પરિમલ
પ્રગટ બ્રહ્મસ્વરૂપ મહંત સ્વામી મહારાજની પ્રેરક પ્રસંગ-સ્મૃતિઓ
તા. 23-3-2017, નૈરોબીથી લેનેશિયા જતાં વિમાનમાં
સ્વામીશ્રીએ ભોજન પૂર્ણ કરીને ચળું કર્યું. પછી કંઈક રાહ જોતા હોય તેમ હાથ લૂછવાની જગ્યાએ બેસી રહ્યા. સેવકનું ધ્યાન તે તરફ જતાં તરત જ ઝડપથી સ્વામીશ્રીના ખોળામાં પાથરેલો નેપ્કિન ઉઠાવીને સ્વામીશ્રીને આપવા ગયા પણ સ્વામીશ્રીએ ‘ના’ પાડી. સેવકને એકાદ ક્ષણ દ્વિધા થઈ : ‘સ્વામીશ્રીની ઇચ્છા શી છે ?’ સ્વામીશ્રીએ ઇશારાથી ટિસ્યૂ પેપર મંગાવ્યું. તરત જ કોરું અને ભીનું બંને ટિસ્યૂ ધરવામાં આવ્યાં. સ્વામીશ્રીએ તેના વડે હાથ લૂછ્યા.
પછી રહસ્ય ખોલતાં કહ્યું : ‘જો આ (સફેદ) નેપ્કિનથી હાથ લૂછીએ તો હળદર વગેરેના ડાઘ પડે, તે જેનો વારો હોય તે ગમે તેટલું ધુએ તોપણ જાય નહીં.’
સેવકો બોલી ઊઠ્યા : ‘ઓ...હ...!!’
ખરેખર ! સ્વામીશ્રીના અંતરની ભાવના કલ્પનાતીત હતી. નેપ્કિન ધોનાર કોઈ અજાણી વ્યક્તિની આટલી ચિંતા કોણ કરે ? તેઓ અજાણી વ્યક્તિની પણ આટલી બધી ચિંતા કરે છે, તો એમના ખોળે બેસનારાની તો કેટલી ચિંતા કરતા હશે !
Vachanamrut Gems
Loyã-6.29,30:
Eradicating Vicious Thoughts During Meditation
Once again Shriji Mahãrãj asked, "While meditating on God, countless different waves of vicious thoughts arise in the mind, just as large waves arise in the ocean. When such thoughts do arise, how can they be suppressed?"
Shriji Mahãrãj answered His own question: "When such vicious thoughts arise, one should stop the meditation, and should clap and chant 'Swãminãrãyan, Swãminãrãyan' aloud, without shame. One should pray to God, 'O Lord! You are a friend of the meek! You are an ocean of mercy!' Also, one should remember a great sãdhu of God, like Muktãnand Swãmi, and pray to him too. As a result of this, all disturbing thoughts will be eradicated and peace will prevail. Apart from this, there is no other method to eradicate such thoughts."
[Loyã-6.29,30]