પ્રેરણા પરિમલ
દિગંતમાં ડંકા - ૫૮
મોમ્બાસા, તા. ૧૨-૪-'૭૦
સાંજે ૪-૩૦
શ્રી રવિભાઈ પંડ્યાને બંગલે-ઉતારે કથાના પ્રસંગમાં યોગીજી મહારાજે સંતો પાસે કીર્તન ગવરાવી વાત કરી.
'અનુભવી આનંદમાં બ્રહ્મરસના ભોગી રે...'
'ભાત દેખી ભૂલે નહિ અનુભવ ઉજાસે રે...'
''ભાત એટલે ભગવાં, કોઈ સંન્યાસી મહાત્મા હોય, કોઈ સ્વામિનારાયણના સાધુ ભગવાધારી હોય તેને દેખી ભૂલો ન પડે. એકબીજાને ઓળખી લ્યે. 'તુમ ભી આવ જા, તુમ ભી આવ જા.' એમ ભૂલો ન પડે.''
કોઈ શ્લોકોનો, શબ્દોના ઝપાટા મારે પણ તેમાં ભૂલો ન પડે. તે ગમે તેવું બોલે પણ એકડા વગરનાં મીંડાં. એક મહાત્મા ભગવાનની વાત કરતા હતા પણ કયા ભગવાન એ વાત ન આવે. (ભગવાનની) આરતી ઉતારવા ન આવ્યા એમ એવાને દેખીને ભૂલો ન પડે.'
- સાધુ ઈશ્વરચરણદાસ
Vachanamrut Gems
Kãriyãni-1:
The Existence of the Jiva
"… Also, the clouds that move in the sky are seen to do so because of the wind. But the wind that resides within them is not apparent. In this way, flames, smoke and the clouds represent the buddhi, and the wind represents the jiva."
[Kãriyãni-1]