પ્રેરણા પરિમલ
પ્રગટ બ્રહ્મસ્વરૂપ મહંત સ્વામી મહારાજની પ્રેરક પ્રસંગ-સ્મૃતિઓ
તા. 23-3-2017, નૈરોબી
સ્વામીશ્રી આજે નૈરોબીથી સાઉથ આફ્રિકા જવા હેલિકૉપ્ટર દ્વારા જોમો કેન્યાટા ઇન્ટરનેશનલ ઍરપોર્ટ પધાર્યા. હજુ વિમાનને ઊપડવાની વાર હતી. બે હરિભક્તોએ સ્વામીશ્રીને પૂછ્યું : ‘પ્રમુખસ્વામી મહારાજે અમને કહ્યું હતું કે આ દેશમાં રહેવું તે મહેમાનની પેઠે રહેવું. પરંતુ આપ અહીં આશીર્વાદમાં બોલ્યા હતા - અહીં ખૂબ સમૃદ્ધિ થવાની છે. તો શું કરવું ? અહીં કારોબાર વધારીએ ? બસ, આપ આશીર્વાદ આપી દો કે અમારી ખૂબ પ્રગતિ થાય.’
સ્વામીશ્રી કહે : ‘આ લોકમાં તો બધું જ ચાલે. આપણે તો અક્ષરધામનું જોવું.’
પરંતુ હરિભક્તોને આ લોકના જ આશીર્વાદ લેવા હતા. તેથી તેઓ કહે : ‘આપના યોગે અક્ષરધામ તો છે જ. અને આપ પણ સામે સાક્ષાત્ અક્ષરધામ છો. પણ ધંધામાં પણ પ્રગતિ થાય તેવા આશીર્વાદ આપો.’
સ્વામીશ્રીએ કહ્યું : ‘સામે સહેજે આવે તે લઈ લેવું. બહુ દોડાદોડી ન કરવી. સત્સંગના ભોગે ન કરવું.’
ગુણાતીત સત્પુરુષે પુનઃ આપણને દૃઢાવ્યું કે ‘જ્યાંથી અચાનક ઉચાળા ભરવા તે ઠેકાણે ઉદ્યમ ન કરવો, પણ જ્યાંથી કોટિ કલ્પે પણ ઉચાળા ન ભરવા તેને અર્થે ઉદ્યમ કરવો.’ પણ જીવની અવળાઈ એવી હોય છે કે તેને કેમે કરીને આ વાત સમજાતી જ નથી.
Vachanamrut Gems
Loyã-6.8,9:
What Type of Company Would Make one Perceive Faults
Again Shriji Mahãrãj asked, "Despite the fact that he observes dharma, sitting with and listening to which type of satsangi or paramhansa would make one subject to developing faults?"
Shriji Mahãrãj replied, "If a person has faith in God and observes dharma, but also believes his self to be the body and has egotism as well as desires for worldly activities, then if God and His Sant denounce these, he will definitely perceive flaws in God and His Sant. Then, he will talk about the perceived flaws of God and His Sant to others and cause them to become like non-believers. One should not associate with such a person in any way; doing so is harmful."
[Loyã-6.8,9]