પ્રેરણા પરિમલ
બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજની પ્રેરક પ્રસંગ-સ્મૃતિઓ
તા. 27-11-2010, બોચાસણ
મુંબઈના સંનિષ્ઠ અને જૂના સત્સંગી દીલિપભાઈ ત્રિવેદી અહીં સ્વામીશ્રીનો લાભ લેવા માટે આવ્યા હતા. ખાસ કરીને તેઓ તરફથી ત્રણ દિવસની પારાયણ ચાલી રહી હતી અને આજે સવારે અચાનક 5:45 વાગે બરાબર બ્રાહ્મમુહૂર્તમાં મંગળા આરતીની પૂર્વે પ્રભાતિયાં ગવાઈ રહ્યાં હતાં, એ દરમ્યાન જ અક્ષરનિવાસી થયા. થોડી વારમાં જો કે ડૉક્ટર ન આવે ત્યાં સુધી આ નિર્ણય લેવો અશક્ય હતો અને મંગળા આરતી થઈ. એ દરમ્યાન સંતોને ખબર પડતાં યુવકોને મોકલ્યા ને બારણું ખોલ્યું તો તેઓનાં પત્ની મંગળા આરતી કરી રહ્યાં હતાં. સમજણ અને જ્ઞાન સાથેનો સત્સંગ અહીં જોઈ શકાતો હતો. બ્રાહ્મમુહૂર્તમાં સ્વામીશ્રીની પ્રત્યક્ષ સંનિધિમાં મંગળા આરતીના ટાણે અને એમાં પણ જ્યારે પોતાના તરફથી પારાયણ ચાલુ હોય ત્યારે કોઈ પણ પ્રકારની પીડા વગર ધામમાં જવું એ મંગળકારી ઘટના જ કહેવાય ને ! આજે અચાનક એવી એક ઘટના બની ગઈ.
સ્વામીશ્રીને જ્યારે ખબર પડી કે તેઓનાં પત્ની અને દીકરીઓને એવી જ ઇચ્છા છે કે ‘અગ્નિસંસ્કાર પણ આ જ તીર્થમાં કરવા છે,’ એટલે બધી જ પ્રકારની વ્યવસ્થાઓ કરી દેવાની સૂચના વેદજ્ઞ સ્વામીને આપી. સત્સંગીઓએ જ બધી જવાબદારીઓ ઉપાડી લીધી.
અનન્ય નિષ્ઠા, સુહૃદભાવ અને એક પરિવારનું અનેરું ઉદાહરણ સૌને નીરખવા મળ્યું.
Vachanamrut Gems
Gadhadã III-25:
The Poor can Please God through Shraddha
“Furthermore, it is not the case that God’s pleasure is bestowed only on those who offer bhakti with various articles and not upon the poor. Someone may be poor, but if he offers water, leaves, fruits and flowers to God with shraddhã, that is enough to please Him…”
[Gadhadã III-25]