પ્રેરણા પરિમલ
બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજની પ્રેરક પ્રસંગ-સ્મૃતિઓ
તા. 4-4-2010, ગાંધીનગર
ત્યારબાદ ગઈકાલે વૉટર શૉ માણનારા અનેક મહાનુભાવોના ભરપૂર પ્રશંસાથી છલકાતા અભિપ્રાયોનો જાણે કે ધોધ વહ્યો. સૌનાં અંતરમાં ગૌરવની લાગણી હતી. સૌનો આનંદ સમાતો ન હતો. એક પછી એક સૌ કોઈ પોતે સાંભળેલા અભિપ્રાયોની વહેંચણી કરી રહ્યા હતા. સ્વામીશ્રીએ પણ આ અભિપ્રાયો સાંભળ્યા, પરંતુ સ્વામીશ્રી આ ગુણાનુવાદના ધોધમાં વહ્યા વગર ભોજન પછી તરત જ એક નાનકડા નગરના મંદિરની વ્યવસ્થા સંબંધી મિટિંગમાં વ્યસ્ત થઈ ગયા. જંબુસરના હરિભક્તોને સ્વામીશ્રીએ જ બોલાવ્યા હતા. તેઓની સાથે મિટિંગ પૂરી થયા પછી નિખિલેશ સ્વામીને સ્વામીશ્રીએ બોલાવીને કહ્યું : ‘પેલા જંબુસરના હરિભક્તો અહીં રોકાવાના છે, તો એ બધાને શૉ દેખાડવાની બધી વ્યવસ્થા કરાવી દેજો અને બપોરના ભોજનની પણ વ્યવસ્થા કરાવી દેજો.’
સ્વામીશ્રીની સૌ પ્રત્યેની સમતા અને આત્મીયતાનાં આ દર્શન હતાં.
Vachanamrut Gems
Gadhadã II-38:
The characteristics of an ekantik bhakta
“An ekãntik bhakta would firstly possess the virtue of ãtmã-realisation; secondly, he would possess vairãgya; thirdly, he would be staunch in his observance of dharma; and fourthly, he would possess profound bhakti for Shri Krishna Bhagwãn…”
[Gadhadã II-38]