પ્રેરણા પરિમલ
સનાતન ધર્મના સંરક્ષક
સ્વામીશ્રીના નિવાસસ્થાનની બહાર આવેલા પ્રતીક્ષાખંડમાં ઘણા નવા મુમુક્ષુઓ, ગુણભાવીઓ તેમજ કેટલાક મુલાકાતીઓ સ્વામીશ્રીની રાહ જોઈને બેઠા હતા. એ સૌને સ્વામીશ્રી શાંતિથી મળ્યા.
આ મુલાકાતીઓમાં અહીંના નેશનલ હિન્દુ સ્ટુડન્ટ ફોરમના લીડર બે ભાઈઓ હતા. આ સ્ટુડન્ટ ફોરમ અહીં ભણતા વિદ્યાર્થીઓનું એક ગ્રુપ છે, જેઓ હિન્દુ ધર્મના સંસ્કારનું તેમજ અસ્મિતાનું પોષણ થાય, સંવર્ધન થાય અને સંસ્કૃતિનું જતન થાય એ માટે પ્રયત્નશીલ છે. આ બંને યુવા- કાર્યકરોને જોઈને તેઓનું કાર્ય સાંભળીને સ્વામીશ્રી ખૂબ જ રાજી થયા.
સાથે સાથે ટકોર કરતાં સ્વામીશ્રીએ વત્સલતાથી તેઓને કહ્યું પણ ખરું : ''હિદુત્વનું કાર્ય કરો છો એ સારું છે પણ આપણા નિયમ-ધર્મ પણ બરાબર રાખજો. દારૂ ને માંસ ક્યારેય લેવા નહીં.''
સ્વામીશ્રી સનાતન ધર્મના સંરક્ષક છે. હિન્દુત્વના ચુસ્ત સમર્થક છે જ, પરંતુ એ હિન્દુત્વમાં ખોખલાપણું ના રહે એ વાતનું પણ ધ્યાન તેઓ રાખે છે. (૩૦-૪-૨૦૦૪, લંડન)
Vachanamrut Gems
Gadhadã II-5:
What Are the Main Virtues a Devotee of God Should Attain?
"… A devotee of God should firstly maintain fidelity, and secondly, courage…"
[Gadhadã II-5]