પ્રેરણા પરિમલ
બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજની પ્રેરક પ્રસંગ-સ્મૃતિઓ
તા. 26-11-2010, બોચાસણ
પત્રવાંચન ચાલુ થયું અને ત્યાં વૉકિંગ માટે ઊભા થવાનો સમય તો થઈ ચૂક્યો હતો, પરંતુ સેવક સંત હજી આવ્યા ન હતા, એટલે સ્વામીશ્રી તરત જ કહે : ‘લાવો, બીજા કાગળ નથી ?’
ધર્મચરણ સ્વામી કહે : ‘વૉકિંગમાં જવાનો ટાઇમ થઈ ગયો છે.’
સ્વામીશ્રી કહે : ‘આવે ત્યાં સુધી એકાદ કાગળ વંચાઈ જશે, લાવો.’
પત્ર હતા છતાં સ્વામીશ્રીને વૉકિંગમાં જવામાં મોડું થાય એટલે તેઓએ ‘હવે પત્રો વાંચવાના બાકી નથી’ એમ કહ્યું. એટલે અડધી મિનિટ વિચાર કરીને બાજુમાં પડેલું સત્સંગ સામયિક સ્વામીશ્રી વાંચવા લાગ્યા. થોડી વારમાં તો સેવક સંતો આવી ગયા.
સ્વામીશ્રી નિરંતર કર્મઠ છે.
Vachanamrut Gems
Amdãvãd-3:
How can Someone Without Wisdom Please his Master?
Shuk Muni then asked, “How can one without wisdom and understanding please his master?”
Shriji Mahãrãj replied, “Even though Mulji Brahmachãri and Ratanji are not extremely intelligent, they have an intense yearning for liberation. So they do indeed know how to do whatever pleases God.”
[Amdãvãd-3]