પ્રેરણા પરિમલ
શિષ્ય પ્રત્યેની અનુકંપા
સ્વામીશ્રી લંડન મંદિરમાં વિરાજમાન હોય છે ત્યારે નિત્ય સ્નાનાદિક ક્રિયાથી પરવારીને ઠાકોરજીનાં દર્શન કરવા પધારે છે. વચ્ચે કોરીડોરનો માંડ ૫૦ ડગલાંનો પથ એ વખતે જાણે જીવંત બની જાય છે! અહીં ગલીયારીમાં ઊભેલા વૃદ્ધ હોય કે યુવા, કિશોર હોય કે બાળક, કંઈ કેટલાય સ્વામીશ્રીની એક નજર માટે, એક લટકા માટે કે રાજીપાના એક કહેણ માટે, નાની-મોટી સ્મૃતિ માટે પ્રયત્નશીલ રહે છે. એવો પ્રેમ સ્વામીશ્રીની ચારેય તરફ છલકાતો રહે છે.
આજે ઠાકોરજી સમક્ષ જતી વખતે બારણા આગળ જ સ્વામીશ્રી યુવક કાર્યકર્તાઓના અગ્રેસર ડી.સી. પટેલ સમક્ષ નીચે નમ્યા. આ નમન કોઈ પગે લાગવાના ભાવથી ન હતું. ડી.સી. સામે ઊભા હતા. કોઈએ કહ્યું કે ડી.સી.ને ઘૂંટણે ખૂબ દુખાવો રહે છે.' હાથ જોડીને ઊભા રહેલા ડી.સી. હજી કંઈક વિચારે એ પહેલાં તો નજીક જઈને એમના ઢીંચણ ઉપર હાથ પકડીને ઊભા કરી દીધા. શિષ્ય પ્રત્યેની અનુકંપા અથવા તો સહજ સરળતા જે કહો એ, પણ છેવટે આ કેવળ ભક્તો પ્રત્યેના પ્રેમનું પ્રતિબિંબ જ છે! (૨૮-૪-૨૦૦૪, લંડન)
Vachanamrut Gems
Panchãlã-7:
A Person With Firm Upasana Would Definitely Attain Liberation
"… Moreover, if, by chance, a person possessing such firm upãsanã of the manifest form of God - never harbouring any doubts of mãyã being present in the form of God - were to behave unbecomingly due to the influence of bad company or due to the influence of his own prãrabdha karmas, even then he would attain liberation…"
[Panchãlã-7]