પ્રેરણા પરિમલ
પ્રગટ બ્રહ્મસ્વરૂપ મહંત સ્વામી મહારાજની પ્રેરક પ્રસંગ-સ્મૃતિઓ
તા. 23-3-2017, નૈરોબી
આજે સ્વામીશ્રીના કક્ષની બહાર મીટિંગ હૉલમાં દસ વર્ષની ઉંમરનો એક બાળક તિલક દવે આસન જમાવીને બેઠો હતો. તેને સ્વામીશ્રી સમક્ષ પોતે તૈયાર કરેલો મુખપાઠ રજૂ કરવાની ઇચ્છા હતી.
સંતોએ તેને જણાવ્યું : ‘સ્વામીશ્રી તો હવે આરામમાં ગયા છે. હવે આજે આ તક મળવી મુશ્કેલ છે.’
પણ આ બાળકની સવારથી તીવ્ર ઇચ્છા હતી. કોઈ તક મળી નહોતી, છતાં શ્રદ્ધા ગુમાવ્યા વગર તેણે સ્વામીશ્રીના કક્ષની બહાર બેસીને જ રાહ જોવાનું પસંદ કર્યું. અચાનક 9-30 વાગે સ્વામીશ્રીના કક્ષનો દરવાજો ખૂલ્યો અને જોયું તો સૌના અતિ આશ્ચર્ય વચ્ચે સ્વામીશ્રી પોતે જ. સ્વામીશ્રીએ સ્નાન કરવા જવાની ઇચ્છા બતાવી. ત્યાં ઉપસ્થિત સંત, સેવક સંતને બોલાવવા માટે દોડ્યા. સ્વામીશ્રીને જોઈને તિલક તો જાણે આનંદમાં ઘેલો થઈ ગયો. તેણે સ્વામીશ્રી સમક્ષ ઇચ્છા રજૂ કરી. સ્વામીશ્રી તેની સાથે જ સોફા પર બેસી ગયા. તિલક ઉત્સાહથી મુખપાઠ રજૂ કરવા માંડ્યો. સ્વામીશ્રી ખૂબ રસપૂર્વક, ધ્યાનથી તેનો મુખપાઠ સાંભળી રહ્યા.
મુખપાઠ પૂર્ણ થતાં સ્વામીશ્રીએ તેને રૂડા આશીર્વાદ આપ્યા અને ચોકલેટ મંગાવીને તેના મુખમાં તે પ્રસાદ જમાડ્યો. એટલું જ નહીં, રાજીપાથી સામેથી તેને ભેટ્યા પણ ખરા.
કહેવાય છે કે ‘શ્રદ્ધાવાનને સાધનની સમાપ્તિ વહેલી થાય છે.’ તેનું પ્રત્યક્ષ દર્શન બાળસનેહી સ્વામીશ્રીએ આજે સૌને કરાવ્યું.
Vachanamrut Gems
Loyã-13.4:
How Can an Ordinary Person not be Overcome by Adverse Times?
"A person who has withdrawn his nãdis and prãns, and by way of his nirvikalp state remains at the holy feet of God, would not be overcome by adverse places, times, company, etc., even if he was an insignificant being…"
[Loyã-13.4]