પ્રેરણા પરિમલ
સતત ટકોર, સતત જાણપણું
લંડનમાં કોઈ પણ કિશોર, યુવક કે પ્રૌઢ આવે આ સૌને સ્વામીશ્રીના આ ત્રણ પ્રશ્નોનો સામો કરવો જ પડે. 'ખાવા-પીવાનું કેમ છે? મંદિરે આવે છે? ક્લબ-પાર્ટીઓનું?'
હા, સ્વામીશ્રી સંસ્કૃતિપુરુષ છે. શાશ્વત ધર્મગોપ્તા છે. અહીંની વિલાસી ભૂમિ મહારાજે વર્ણવેલી સાત માળની હવેલી જેવી છે. સતત ટકોર, સતત જાણપણું ને સતત પ્રેમ આપ્યા વગર ઢળતા ઢાળે ઢળí જતાં વાર ન લાગે એવું વાતાવરણ છે.
વાસ્તવિકતા કદાચ એનાથીય વરવી છે. પણ સ્વામીશ્રી કોઈપણ મિષે ધર્મની જ્યોતને ઝાંખી પડવા દેતા નથી. ક્યારેક બાપના મિષે છોકરાને તો ક્યારેક છોકરાના મિષે બાપને સ્નેહભરી ટકોર કરીને પાછા વાળે છે. ક્યારેક દેશાભિમાન જગાવીને તો ક્યારેક ખાનદાની યાદ કરાવીને પાછા વાળે છે.
સ્વામીશ્રી એવું ઍન્જિન છે, જે દરેકને પાટા ઉપર ફક્ત રાખતા નથી, પણ દોડાવતા રહે છે. (૨૭-૪-૨૦૦૪, લંડન)
Vachanamrut Gems
Panchãlã-1:
The Superiority of The Bliss of God
"Moreover, the happiness of humans exceeds the happiness of animals; and the happiness of a king exceeds that; and the happiness of demigods exceeds that; and the happiness of Indra exceeds that; then Bruhaspati's happiness, then Brahmã's, then Vaikunth's. Beyond that, the happiness of Golok is superior, and finally, the bliss of God's Akshardhãm is far more superior."
[Panchãlã-1]