પ્રેરણા પરિમલ
યોગીચરિતમ્ - ૨૧૧
ગોંડલ, તા. ૧-૧-૧૯૭૦
આજે સવારે ૪.૪૫ વાગે યોગીજી મહારાજના ઓરડામાં ગયો. ભર ઊંઘમાં હતા. ધીરેથી બહુ સાદ કર્યા પછી ઊઠ્યા.
'કોણ ?... આવી ગયા ને...'
સૂતા રહ્યા પછી આજના સ્વપ્નદર્શનની વાત કરી,'આજે શાસ્ત્રીજી મહારાજે દર્શન દીધાં. એક ગામમાં ગયા હતા. ગામનું નામ યાદ નથી, પણ શાસ્ત્રીજી મહારાજ સાથે હતા. ઘણા હરિભક્તો પણ સાથે હતા. શાસ્ત્રીજી મહારાજે મને પાણી પાવાનું કહ્યું. પછી એક નાની માટલી હતી તેમાં ગાળી ગાળીને સૌને લોટાથી પાવા લાગ્યો. પાણી ગાળેલું હતું પણ આપણે ગાળવું જોઈએ ને, ફરીથી ગાળીને સૌને આપ્યું. તે શાસ્ત્રીજી મહારાજ ખુરશી ઉપર બેઠા હતા ને ખુલ્લે શરીરે હતા ને માથે (ફાળિયું) બાંધ્યું હતું. બહુ રાજી થયા. ત્યાં તમે આવી ગયા ને આંખ ઊઘડી ગઈ. શાસ્ત્રીજી મહારાજની સ્મૃતિ કરું. ઊંઘ ન આવે તો એમને સંભારું તે તુરત ઊંઘ આવી જાય...'
આમ એકાંતરાં, બે-ચાર દિવસના અંતરે, ક્યારેક રોજ સ્વામીશ્રી સ્વપ્નદર્શનની વાતો કરતા. એમાં શાસ્ત્રીજી મહારાજનાં જ દર્શનની વાતો હોય અને પોતે એમની સેવામાં હોય, રસોઈ કરીને જમાડતા હોય એ જ મુખ્યત્વે દર્શન હોય. આ વાતો સાંભળતા આપણને ખ્યાલ આવે કે આ પુરુષને ત્રણે અવસ્થામાં પોતાના ગુરુનું-ઇષ્ટદેવનું જ રટણ છે - ગુરુમય જીવન છે.
- સાધુ ઈશ્વરચરણદાસ
Vachanamrut Gems
Panchãlã-7.3:
Knowing God Perfectly
"… Moreover, just as the form of God in Akshardhãm is resplendent with countless divine powers and divine light at the end of ãtyantik-pralay, one should realise exactly the same regarding the manifest God in human form. One who realises this is said to have known God perfectly."
[Panchãlã-7.3]