પ્રેરણા પરિમલ
ગુસ્સે ક્યારેય થવું નહિ.
એક યુવકને સ્વામીશ્રી નાનપણથી ઓળખે. એને સુખ-દુઃખમાં સ્વામીશ્રીનું માર્ગદર્શન સતત મળતું રહ્યું છે. આજે પણ આવ્યો.
સ્વામીશ્રી એને કહેઃ 'હવે ગુસ્સાનું કેમ છે?'
એ કાંઈ બોલ્યો નહિ એટલે સ્વામીશ્રી કહેઃ 'ગુસ્સે ક્યારેય ક્યારેય થવું નહિ. ઘરમાં નહિ, બહાર નહિ, ધંધામાં કે મંદિરમાંય નહિ. ગુસ્સામાં બોલી જઈએ પછી પગ પાછો પડે. સત્સંગમાં પણ પાછુ પડી જવાય.' (૨૬-૪-૨૦૦૪, લંડન)
Vachanamrut Gems
Loyã-17:
A Firm Foundation in Satsang
"… Thus, he who has realised the greatness of God and the Sant has a firm foundation in Satsang. Conversely, one cannot be certain about a person who has not realised such greatness."
[Loyã-17]