પ્રેરણા પરિમલ
પ્રગટ બ્રહ્મસ્વરૂપ મહંત સ્વામી મહારાજની પ્રેરક પ્રસંગ-સ્મૃતિઓ
તા. 21-3-2017, નૈરોબી
આજે સાયંસભામાં પ્રથમ સ્વામીશ્રીના હસ્તે તારાક્વા હાઇસ્કૂલનો લોકાર્પણવિધિ થયો. ત્યારબાદ પાર્કલેન્ડ વિસ્તારના ધોરી સમાન માર્ગ મસારી રોડનું નામ ‘પ્રમુખસ્વામી એવન્યૂ’ ઘોષિત થયું.
સભાના અંતે કળશ ચઢાવતાં સ્વામીશ્રીએ અંગ્રેજીમાં આશીર્વચન શરૂ કર્યા :
‘Pramukh Swami Maharaj કે (જેમના વિશે) હમણાં કહેવામાં આવ્યું કે ‘In the joy of others lies our own, In the good of others lies our own, In the progress of others lies our own.’ He actually lived every second of his life, according to this. He did not just quote this once in a while, but he always followed the quote. He lived according to this (quote) every second of his life, night and day; that is an extraordinary thing. He actually lived his (whole) life (accordingly).
''He met everyone, whether poor or rich, with the same attitude. We differentiate, we see he’s poor, he’s rich, but Pramukh Swami Maharaj did not have that (attitude), બધાને સરખા માને, એમના મનમાં કોઈ મતભેદ નથી. He (had) no differentiation in his mind. બધા સરખા છે. He looked upon everyone as a human being; he did not differentiate (against anyone) એટલે આપણે (પણ) એ જ કરવું છે ને એ રીતે જ રહેવું છે. એમાં સંપ, સુહૃદભાવ, એકતા આવી જાય.’
અર્થાત્, ‘પ્રમુખસ્વામી મહારાજ માટે કહેવામાં આવ્યું છે કે ‘બીજાના સુખમાં આપણું સુખ, બીજાના ભલામાં આપણું ભલું, બીજાના ઉત્કર્ષમાં આપણો ઉત્કર્ષ.’ તેઓ પ્રત્યેક પળ આ રીતે જીવ્યા છે. તેઓ આ સૂત્ર કેવળ બોલ્યા નથી પણ એને અનુસર્યા છે, પળે પળે જીવ્યા છે, રાત-દિવસ જીવ્યા છે. આ અસામાન્ય વસ્તુ છે.
તેઓ બધાને મળ્યા છે - ગરીબ અને તવંગરને સરખા ભાવથી. આપણે, આ ગરીબ છે અને આ પૈસાદાર છે, એ રીતે જોઈએ. પણ પ્રમુખસ્વામી મહારાજના મનમાં કોઈ મતભેદ નહોતા. તેઓ સમદૃષ્ટા હતા. તેઓ બધાને માનવ તરીકે જોતા. આપણે (પણ) એ જ કરવું છે ને એ રીતે જ રહેવું છે. એમાં સંપ, સુહૃદભાવ, એકતા આવી જાય.’
સમગ્ર ગુણાતીત પરંપરામાં ગુરુપદે બિરાજમાન થઈ અંગ્રેજીમાં જ આશીર્વચનો ઉચ્ચાર્યાં હોય તે આ પ્રથમ ઐતિહાસિક અવસર હતો.
Vachanamrut Gems
Loyã-8.21:
Controlling One's Sense of Taste
"To conquer the tongue, it should not be given items that it likes, and one's diet should be restricted. Thereby, the over-excitability of the tongue is eradicated."
[Loyã-8.21]