પ્રેરણા પરિમલ
બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજની પ્રેરક પ્રસંગ-સ્મૃતિઓ
તા. 3-4-2010, ગાંધીનગર
આજે સ્વામિનારાયણ અક્ષરધામમાં વિશ્વના અજોડ અને ભારતના સર્વપ્રથમ સત્-ચિત્-આનંદ વૉટર શૉનો આ ઉદ્ઘાટન સમારોહ માણવા માટે ગુજરાત અને ભારતના મહાનુભાવો નિમંત્રણને માન આપીને ઊમટ્યા હતા.
ભારતના પ્રખર અણુવિજ્ઞાની અને એટોમિક કમિશનના પૂર્વાધ્યક્ષ ડૉ. આર. ચિદમ્બરમે જણાવ્યું કે ‘અત્રે યોજાઈ રહેલા લેસર વૉટર શૉના ઉદ્ઘાટન સમારંભમાં મને આમંત્રણ આપીને પ્રમુખસ્વામી મહારાજે મારું બહુમાન કર્યું છે. હું છેલ્લાં 15 વર્ષથી પ્રમુખસ્વામી મહારાજને મળતો રહ્યો છું અને મારી પ્રત્યેક મુલાકાત વખતે મને કંઈક નવી જ ઉન્નતિનો, ઊર્ધ્વગતિનો, અનુભવ થાય છે. આજ સવારે પણ મને તેમની સાથે એક કલાક ગાળવાનું સૌભાગ્ય મળ્યું. ઘણાં વર્ષો પહેલાં મેં અક્ષરધામની મુલાકાત લીધી છે અને દિલ્હીના અક્ષરધામના ઉદ્ઘાટન વખતે હું ઉપસ્થિત હતો. અહીં ઘણા લાંબા સમય બાદ આવ્યો છું. દિલ્હીમાં તમે ફક્ત આધ્યાત્મિક વાતાવરણ ઊભું નથી કર્યું, પરંતુ તમારી પાસે મહાન વિજ્ઞાનીઓ પણ છે : પ્રાચીન ભારતના સુવિખ્યાત વિજ્ઞાનીઓ ભાસ્કરાચાર્ય, આર્યભટ્ટ, સુશ્રુત અને આધુનિક વિજ્ઞાનીઓ સી. વી. રામન, જે. સી. બોઝ અને અન્ય. દિલ્હીના સ્વામિનારાયણ અક્ષરધામમાં અદ્ભુત નૌકાવિહાર પ્રદર્શનમાં આપણા પ્રાચીન વિજ્ઞાનનું દર્શન થાય છે.
અહીં લેસર વૉટર શૉનું જે નિર્માણ થયું છે તે ટેક્નોલોજી અને આધ્યાત્મિકતાના અદ્વિતીય સમન્વયનું પ્રતીક છે. જે અવ્યક્ત નથી તેને વિજ્ઞાન ક્યારેય સ્વીકારી શકતું નથી, વિજ્ઞાન દ્વારા ક્યારેય તેનો ઉત્તર મળી શકતો નથી. આ બધા સૂક્ષ્મ અને અગાધ વિચારો છે. તેને સમજવા એટલું સરળ નથી. મને વિશ્વાસ છે કે આપણે લેસર શૉમાં જે જોવા જઈ રહ્યા છીએ તેમાં સૌને તેનું અર્થઘટન મળી રહેશે.’
Vachanamrut Gems
Gadhadã II-58:
How does a sampraday flourish?
“… A sampradãy flourishes by knowing the following: The purpose for which the Ishtadev of the sampradãy manifested on earth; and after manifesting, the various divine actions He performed, as well as the ways in which He behaved. Through His behaviour, dharma as well as the greatness of that Ishtadev is naturally revealed. In this manner, then, a sampradãy fostered by the scriptures which narrate its Ishtadev’s divine incidents from His birth up until His passing away. Regardless of whether those scriptures are in Sanskrit or in the vernacular, only those scriptures will foster the sampradãy, not others.”
[Gadhadã II-58]