પ્રેરણા પરિમલ
યોગીચરિતમ્ - ૨૧૦
ગોંડલ, તા. ૩૦-૧૨-૧૯૬૯
સાંજે યોગીજી મહારાજ સ્નાન કરવાની તૈયારી કરી રહ્યા હતા. ઉત્તરીય ઉતારી ખુલ્લે શરીરે બેઠા હતા. ત્યાં શયન આરતીનો ડંકો પડ્યો. એ સાંભળી સ્વામીશ્રીએ તુરત જ બધા યુવકો તથા અમને સંતોને આરતીમાં મોકલ્યા. પોતે ખુલ્લે દિલે, બાથરૂમમાં બેસી રહ્યા. અમે આરતીમાંથી આવ્યા પછી જ સ્વામીશ્રીએ સ્નાનવિધિ શરૂ કર્યો. આવો પ્રસંગ પહેલી જ વાર બન્યો હતો. સ્વામીશ્રી કહે,'આરતીનો ડંકો પડે તો ગમે તેવું કામ પડતું મૂકીને પણ દર્શન કરવા દોડી જવું.'
આરતીનાં દર્શનનો આવો ખટકો એ અષ્ટ પ્રકારની પ્રતિમામાં સાક્ષાત્ ભગવાનનો ભાવ હોય તો જ આવી શકે. એ ભાવ સ્વામીશ્રીના ઉદ્ગારોમાં હતો. પોતે ઘણીવાર એ ભાવને શબ્દોમાં વણી લેતાં કહેતા,'કટ પહોંચી જવું.'
- સાધુ ઈશ્વરચરણદાસ
Vachanamrut Gems
Panchãlã-7.9:
God's Divinity
"In this way, the manifest form of Purushottam Nãrãyan is the cause of all; He is forever divine and has a form. One should not perceive any type of imperfections in that form…"
[Panchãlã-7.9]