પ્રેરણા પરિમલ
પ્રગટ બ્રહ્મસ્વરૂપ મહંત સ્વામી મહારાજની પ્રેરક પ્રસંગ-સ્મૃતિઓ
સ્વામીશ્રી હરિભક્તોને મુલાકાત આપવા પધાર્યા.
મુલાકાતમાં નકુરુના બે આફ્રિકન ભાઈઓ જ્યોર્જ અને મોસેઝ જેઓ નિયમિત તિલક-ચાંદલા સહિત પૂજા તથા સત્સંગ કરે છે તે આવ્યા. તેમને જોતાં જ સ્વામીશ્રી કહે : ‘ક્યાં હતા ? હું સવારથી તમને શોધતો હતો.’
કેવું વાત્સલ્ય !!
એક પ્રતિષ્ઠિત જૈન અગ્રણી પ્રફુલ્લભાઈ રાજા દર્શનાર્થે આવ્યા. તે દર્શન કરી આગળ નીકળી ગયા તો તેમને પાછા બોલાવીને કહે : ‘રાજા એટલે કેવા ?’ પછી કહે : ‘અમેરિકામાં પણ પ્રફુલ્લ રાજા છે.’
આ સાંભળી પ્રફુલ્લભાઈ સાનંદાશ્વર્યથી કહે : ‘હું જ્યારે જ્યારે પ્રમુખસ્વામી મહારાજને મળતો ત્યારે ત્યારે પ્રમુખસ્વામી મહારાજ પણ અમેરિકાના પ્રફુલ્લ રાજા ને યાદ કરતા. આજે આપે પણ એ જ રીતે આશીર્વાદ આપ્યા.’
ભાણસિંહ દરબાર દર્શને આવ્યા. તેમને જોતાં જ સ્વામીશ્રી કહે : ‘પહેલા દિવસે સાફો સરસ બાંધેલો. 5 દિવસ પૂર્વે સ્વામીશ્રીના આગમનના દિને હજારોની મેદનીમાં સ્વામીશ્રીની પાછળ તલવાર લઈને ચાલનારા આ વયોવૃદ્ધ હરિભક્તનો સાફો પણ સ્વામીશ્રીની દૃષ્ટિમાંથી બાકાત નહોતો. તે જોઈ સ્વયં ભાણસિંહ દરબાર પણ આશ્વર્યમાં પડી ગયા.
સતીશભાઈ પેટમોસ સ્વામીશ્રીનાં દર્શને આવ્યા. સંતો તેમનો પરિચય આપતા હતા. સહસા સ્વામીશ્રીએ પૂછ્યું : ‘મોસીમાં તમે રહેતા હતા ?’
સંતોને આશ્ચર્ય થયું, પણ સતીશભાઈની આંખો પહોળી થઈ ગઈ ! તેમણે કહ્યું : ‘સ્વામી ! મોસીમાં મારા ભાઈ છોટાભાઈ હતા.’
સ્વામીશ્રી કહે : ‘1959-60માં અમે એમના ઘરે ઊતરેલા.’
ભૂપેનભાઈ ત્રિવેદી સ્વામીશ્રીને કહે : ‘અમેરિકામાં દેવેન ભટ્ટ છે તેનો હું મામા થાઉં.’
સ્વામીશ્રી દેવેનને તરત ઓળખી ગયા ને કહે : ‘તે અમદાવાદમાં ગુલબાઈ ટેકરામાં રહેતો.’
સ્વામીશ્રીને કેટકેટલું યાદ છે ! નામ, ગામ, સરનામાં... ! આને સ્મૃતિશક્તિ ગણવી કે ભક્તો પ્રત્યેની પ્રીતિ ગણવી ?
Vachanamrut Gems
Loyã-18.11:
Divinity of God in Human Form
"Therefore, although God appears to be like a human, the aforementioned luminosity and bliss all remain in Him…"
[Loyã-18.11]