પ્રેરણા પરિમલ
બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજની પ્રેરક પ્રસંગ-સ્મૃતિઓ
તા. 22-11-2010, બોચાસણ
ભારત ખાતેના બ્રિટિશ હાઈકમિશનર રિચાર્ડ સ્ટેગ(Richard Stagg)નાં ધર્મપત્ની આરબેલા સ્ટેગ (Arabella Stagg) તથા ડેપ્યુટી હાઈકમિશનર પીટર બકિંગહામ(Peter Beckingham)નાં ધર્મ-પત્ની જીલ બકિંગહામ (Jill Beckingham) આજે બોચાસણ મંદિરે દર્શન કરીને સ્વામીશ્રીનાં દૂરથી દર્શન કરવા માટે આવ્યાં હતાં. ખાસ કરીને ડેપ્યુટી હાઈ-કમિશનરનાં પત્ની ગાંધીજીના દાંડીમાર્ગ ઉપર સત્તર દિવસ સુધી પદયાત્રા કરવાનાં હતાં અને હાઈ-કમિશનરનાં પત્ની ત્રણ દિવસ તેઓને સાથ આપવાનાં હતાં. ખાસ કરીને ગરીબ બાળકોને ભણાવવા માટેનું ફંડ ભેગું થાય એવો શુભ ઇરાદો તેઓનો હતો. તેઓ ડભાણમાં આપણા મંદિરે જ ઊતર્યાં હતાં. ગઈકાલે રાત્રે બોરસદમાં પણ આપણા મંદિરે જ ઊતર્યાં હતાં. પોતાની સાથેની હૉમ કેરેવાનમાં ઊતરતાં તેઓ આપણા મંદિરના પ્રાંગણનો ઉપયોગ કરતાં હતાં. સ્વામીશ્રી બોચાસણમાં વિરાજમાન છે એનો ખ્યાલ આવતાં, ખાસ દર્શનની ઇચ્છા સાથે જ તેઓ વહેલી સવારે અહીં આવી પહોંચ્યા હતાં.
પરવારીને સ્વામીશ્રી બહાર પધાર્યા ત્યારે થાળ-ભેટની આૅફિસ આગળ દૂર બેઠાં બેઠાં તેઓએ સ્વામીશ્રીનાં દર્શનનો લાભ લીધો. સંસ્થા તરફથી તેઓને ઠાકોરજીનો પ્રસાદીનો હાર પહેરાવી તેમનો સત્કાર પણ કરવામાં આવ્યો હતો. સ્વામીશ્રીનાં દૂરથી દર્શન કર્યા પછી તેઓ બોલી ઊઠ્યા કે ‘I believe that the God is present in Swamiji.’
સ્વામીશ્રીનાં પ્રથમ દર્શનની આ અનુભૂતિ વ્યક્ત કરી તેઓએ સાથેના કાર્યકરોને કહ્યું કે ‘આ પ્રસાદીનો હાર મને આપ્યો છે એ પણ કાયમ હું સાચવી રાખીશ.’
Vachanamrut Gems
Gadhadã II-54:
God is Pleased Most by Satsang
“In the 12th chapter of the 11th canto of the Shrimad Bhãgwat, Shri Krishna Bhagwãn has said to Uddhav, ‘I am not as pleased by ashtãng-yoga, sãnkhya, renunciation, observances, sacrifices, austerities, donations, pilgrimages, etc., as I am pleased by satsang.’ This is what God has said…”
[Gadhadã II-54]