પ્રેરણા પરિમલ
બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજની પ્રેરક પ્રસંગ-સ્મૃતિઓ
તા. 3-4-2010, ગાંધીનગર
આજે સ્વામિનારાયણ અક્ષરધામમાં વિશ્વના અજોડ અને ભારતના સર્વપ્રથમ સત્-ચિત્-આનંદ વૉટર શૉનો આ ઉદ્ઘાટન સમારોહ માણવા માટે ગુજરાત અને ભારતના મહાનુભાવો નિમંત્રણને માન આપીને ઊમટ્યા હતા.
મહાનુભાવોના સ્વાગત માટે અક્ષરધામના પ્રવેશ-દ્વારથી લઈને વૉટર શૉના પેવિલિયન સુધી સ્વયં-સેવકોની કડીબદ્ધ હારમાળા હતી. પેવિલિયનની બરાબર સામે મધ્યમાં વિશાળ જળકુંડને સ્પર્શીને નાનો એવો ખૂબ સુંદર મંચ શણગારાયો હતો. પુષ્પોથી આવૃત્ત સ્વામીશ્રીનું આસન સાદું છતાં ખૂબ સુંદર શોભતું હતું.
બરાબર 6-30 વાગે પરમ પૂજ્ય સ્વામીશ્રી અને મંચ પર બિરાજમાન થનારા મહાનુભાવોનો પ્રવેશ થયો. તે પૂર્વે દર્શકગણમાં મહાનુભાવો પોતપોતાના સ્થાન પર ગોઠવાઈ ગયા હતા. દર્શકગણમાં પણ અનેક નામાંકિત મહાનુભાવોમાં ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શ્રી અશોકભાઈ ભટ્ટ, નાણામંત્રીશ્રી વજુભાઈ વાળા, મંત્રીશ્રી નીતિનભાઈ પટેલ, મંત્રીશ્રી સૌરભભાઈ પટેલ, ભારતીય જનતા પાર્ટીના ઉપપ્રમુખ શ્રી પુરુષોત્તમભાઈ રૂપાલા વગેરે પણ શામેલ હતા. પ્રખ્યાત વિજ્ઞાની અને ભારતીય સુપર કોમ્પ્યૂટરના જનક ડૉ. વિજય ભટકર અને ઉજ્જૈન સ્થિત વિજ્ઞાની ઘનશ્યામ પાંડે પણ દર્શકગણમાં શામેલ હતા. આ ઉપરાંત અનેક આઈ.એ.એસ. અને આઈ.પી.એસ. અધિકારીઓ, જુદા જુદા નિગમોના અધ્યક્ષો અને સૂત્રધારો, આંતરરાષ્ટ્રીય ઉદ્યોગપતિઓ, જુદાં જુદાં વર્તમાનપત્રોના માલિકો અને તંત્રીઓ, સાહિત્યકારો, યુનિવર્સિટીઓના વાઇસ ચાન્સેલર્સ, જુદા જુદા ક્ષેત્રમાં રાષ્ટ્રીયકક્ષાએ નામાંકિત ડૉક્ટર્સ, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ અને એડ્વોકેટ્સ, તેમજ મીડિયાના પ્રતિનિધિઓ અને અગ્રણી સત્સંગીઓ સહિત કુલ 1800 જેટલા મહાનુભાવો ઉપસ્થિત હતા.
મંચ પર સ્વામીશ્રીની સાથે કોઠારી ભક્તિપ્રિય સ્વામી, ઈશ્વરચરણ સ્વામી, વિવેકસાગર સ્વામી પણ ઉપસ્થિત હતા. બીજી તરફ ત્યારબાદ આજના સમારોહમાં મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત ગુજરાતના મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી, ભારતના પ્રખ્યાત અણુવિજ્ઞાની અને ભારત સરકારના ટેક્નિકલ કાઉન્સિલના સભ્ય ડૉ. આર. ચિદમ્બરમ્ અને આ વૉટર શૉના ક્રિએટિવ દિગ્દર્શક શ્રી ઇવ પીપા ઉપસ્થિત હતા.
વાતાવરણ દિવ્ય અને અવિસ્મરણીય હતું. સૌના તન-મન જુદાં જ પ્રકારનાં આંદોલનો અનુભવી રહ્યાં હતાં.
બરાબર સાંજે 6-30 વાગે બી.એ.પી.એસ. બાળમંડળના બાળકોના વૈદિક મંત્રોચ્ચાર સાથે આ માંગલિક કાર્યક્રમનો પ્રારંભ થયો. હજારો વર્ષો પહેલાં ઉપનિષદોમાં, કઠોપનિષદમાં, મહાન ૠષિઓએ જે પરમતત્ત્વનું ગાન કર્યું છે, મહર્ષિઓએ જે બ્રહ્મ ને પરબ્રહ્મનો મહિમા સમજાવ્યો છે તે પવિત્ર મંત્રનું ગાન કરીને બાળકોએ વાતાવરણને વૈદિક સ્પર્શ આપી દીધો.
ત્યારબાદ વૉટર શૉના દિગ્દર્શક શ્રી ઇવ પીપાએ સંબોધન કરતાં કહ્યું : ‘સૌથી પહેલી વાત તો એ છે કે, હું આ પ્રૅજેક્ટમાં સહભાગી થવા માગતો હતો. કારણ કે, આજ સુધીમાં વિશ્વમાં વિવિધ દેશોમાં મેં જે કાંઈ શૉ કર્યા છે, તે બધા કરતાં આ પ્રૅજેક્ટ તદ્દન જુદો છે. મેં ખૂબ શૉ કર્યા છે, પરંતુ તે બધા લોકોના મનોરંજન માટે જ કરવામાં આવ્યા છે. પરંતુ આ શૉમાં એક સંદેશ છે. ભારતીય સંસ્કૃતિ અને ગહન અધ્યાત્મનો આ સંદેશ ઉપનિષદમાંથી લેવામાં આવ્યો છે. આધ્યાત્મિકતા ધરાવતી પ્રત્યેક વ્યક્તિ માટે આ સંદેશ છે. અને એટલા માટે જ હું આ પ્રૅજેક્ટનો ભાગ બનવા માગતો હતો. મારે ચોક્કસ કહેવું જોઈએ કે મારી સાથે કામ કરનાર બી.એ.પી.એસ.ના તમામ સ્વયંસેવકો, સંતો અને પ્રમુખસ્વામી મહારાજ સહિત સૌએ મારી સાથે એક પરિવારની જેમ કાર્ય કર્યું છે. એક સાચા કુટુંબ સાથે જ કામ કર્યાનો મને આનંદ મળ્યો છે. તેમની સાથેની આ પારિવારિક ભાવનાઓથી મને ખૂબ સારું લાગ્યું છે. આ મૂલ્યોમાં સહભાગી થવા, મેં આ પ્રૅજેક્ટમાં એક ખુમારી સાથે સમય આપ્યો છે. મારા માટે અને જે ટીમ સાથે મેં કામ કર્યું છે તેના માટે અન્ય કોઈપણ પ્રવૃત્તિ કરતાં આ શૉ અત્યંત વિલક્ષણ છે. આધ્યાત્મિક સંદેશ આપવાનો આ એક માર્ગ છે અને એ માર્ગ સૌને લઈ જાય છે અક્ષરધામ ભણી...’
Vachanamrut Gems
Gadhadã III-18:
Why does one dream the unseen?
Then Nirlobhãnand Swãmi asked, “Mahãrãj, many times objects that have never been seen or heard in the waking state spring forth in dreams. What may be the reason for this?”
Shriji Mahãrãj explained, “If objects that have never been previously seen or heard appear in the dream state, it is due to ingrained desires generated by karmas performed in past lives.”
[Gadhadã III-18]