પ્રેરણા પરિમલ
પ્રગટ બ્રહ્મસ્વરૂપ મહંત સ્વામી મહારાજની પ્રેરક પ્રસંગ-સ્મૃતિઓ
સ્વામીશ્રીએ ‘પુરુષોત્તમ બોલ્યા પ્રીતે’માં ‘અક્ષરબ્રહ્મ’ પ્રકરણ કઢાવીને સેવક સંતને વાંચવા કહ્યું. વાત આવી :
ગલોલના માવા ભક્તે શ્રીહરિની પૂજા કરી. પછી પૂછ્યું : ‘તમો સાક્ષાત્ ભગવાન પ્રગટ્યા છો, પણ તે વાત બીજાને મનાતી નથી.’
તક જાણીને અરવિંદભાઈ સાહેબે પ્રશ્ન પૂછ્યો : ‘અનાદિ મૂળ અક્ષરબ્રહ્મ એ જ આ પ્રત્યક્ષ અક્ષરબ્રહ્મ, એમ ને ?’
સ્વામીશ્રીએ હકારમાં પ્રત્યુત્તર આપ્યો.
હવે અક્ષરધામના સુખની વાત નીકળી.
‘પુરુષોત્તમ બોલ્યા પ્રીતે’ ગ્રંથના પુસ્તકનું વાક્ય વંચાયું : ‘તે અક્ષરધામનું જેવું સુખ છે, તેવું અન્ય કોઈ ધામમાં સુખ નથી. અક્ષરધામના અપરંપાર સુખની વાત અનુભવ વગર માન્યામાં આવતી નથી.’
સંતોએ સ્વામીશ્રીને પૂછ્યું : ‘આપને એ સુખ છે ?’
‘અખંડ.’ સ્વામીશ્રીએ અલમસ્તાઈથી કહ્યું.
સંતોએ પૂછ્યું : ‘એ સુખ કેવું હોય ?’
‘એ અનુભવ વગર ન સમજાય.’ સ્વામીશ્રીએ કહ્યું.
Vachanamrut Gems
Panchãlã-7.9:
God's Divinity
"In this way, the manifest form of Purushottam Nãrãyan is the cause of all; He is forever divine and has a form. One should not perceive any type of imperfections in that form…"
[Panchãlã-7.9]